Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalડોક્ટરોએ કોરોના-દર્દીઓની ગેરકાયદે સારવાર નહીં કરવી જોઈએઃ ડો. કાંગ

ડોક્ટરોએ કોરોના-દર્દીઓની ગેરકાયદે સારવાર નહીં કરવી જોઈએઃ ડો. કાંગ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળા અને ઓમિક્રોન વેરિયેન્ટના વધતા કેસોની વચ્ચે દેશના ટોચના વાઇરોલોજિસ્ટ ડો. ગગનદીપ કાંગે કોવિડ—19ની સારવાર કરી રહેલા ડોક્ટરોને મહત્ત્વની સલાહ આપી છે. તેમણે કોરોના દર્દીના ઓમિક્રોન વેરિયેન્ટની સીરવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરો દ્વારા મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપીને અનૈતિક, ગેરકાયદે અને અવૈજ્ઞાનિક જણાવી છે. તેમણે ડોક્ટર લોબીને એનાથી સારી દવાનો અભ્યાસ કરવા માટે કહ્યું છે.

તેમણે કેટલાક ટ્વીટસમાં કહ્યું હતું કે તેમને ચેન્નઈના એક 90 વર્ષીય ડાયાબિટીસ દર્દીનો ફોન આવ્યો હતો. એક દર્દીને એન્ટિબોડીની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવાની તેમણે સલાહ આપી હતી કે જેણે સાર્સ-કોવ2 (SARS-CoV2)નો ટેસ્ટ કરાવ્યો હતો ,તે વ્યક્તિ સંક્રમિત હતી.

તેમણે ટ્વીટમાં વધુમાં કહ્યું હતું કે હાલમાં 90 ટકા અથવા એનાથી વધુ સંક્રમણ શહેરોમાં ઓમિક્રોનનું છે. દેશમાં લાઇસન્સ પ્રાપ્ત મોનોક્લોનલ એન્ટિબોડી ઉત્પાદન ઓમિક્રોનની અસર ઘટાડતું નથી. તેમ છતાં ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરો મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપી અને દાખલ થવા માટે લખી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન સંક્રમિત પાંચ ટકા અથવા 20 ટકા રસી લગાવનારા સિનિયર સિટિઝનો ઠીક થશે કે નહીં. તેમણે ટ્વીટ કર્યું હતું કે નિદાન થયેલા સંવેદનશીલ લોકોમાં મોટા ભાગના એસિમ્ટોમેટિક રહેશે અથવા હળવાં લક્ષણો હશે અને તેઓ જલદી સ્વસ્થ થઈ જશે અને નાની સંખ્યામાં  ગંભીર બીમારી  વિકસિત થઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular