Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsMumbaiસીડીએસએલ વેન્ચર્સને સેબીની મંજૂરી

સીડીએસએલ વેન્ચર્સને સેબીની મંજૂરી

મુંબઈ તા.13 જાન્યુઆરી, 2022: સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિ.) ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (સીવીએલ)ને પાત્ર રોકાણકારોને માન્યતા (એક્રેડિટેશન) પ્રદાન કરવા માટેની એજન્સી તરીકેની મંજૂરી સેબી પાસેથી પ્રાપ્ત થઈ છે. આ મંજૂરી પહેલી ફેબ્રુઆરી, 2022થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

સેબીએ ઓગસ્ટ 2021માં સિક્યુરિટીઝ બજારમાં એક્રેડિટેડ ઈન્વેસ્ટર્સની સંકલ્પના વહેતી કરી હતી. ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજર્સ અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને આવરી લેતા ફ્રેમવર્ક હેઠળ એક્રેડિટેડ ઈન્વેસ્ટર લઘુતમ મૂડીરોકાણ મર્યાદા અથવા ચોક્કસ નિયમોમાં રાહતો પ્રાપ્ત કરી શકે છે. જેઓ પોતાને એક્રેડિટેડ ઈન્વેસ્ટર તરીકે કામ કરવા માગતા હોય તેઓ એક્રેડિટેશન એજન્સીનો સંપર્ક કરી શકે છે.

સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું છે કે અમારી સંપૂર્ણ માલિકીની સીવીએલને પ્રાપ્ત થયેલી મંજૂરીનો અમને ગર્વ અને ખુશી છે. આ મંજૂરી સરળ, સલામત અને ભરોસાપાત્ર ફાઈનાન્સિયલ માહોલ સર્જવાના અમારા વિઝન માટે ઉદ્દીપકની ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular