Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsમારું લક્ષ્ય ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાનું: મનીષા

મારું લક્ષ્ય ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાનું: મનીષા

કોચીઃ ભારતીય ફૂટબોલ ટીમની ફોર્વર્ડ ખેલાડી મનીષા કલ્યાણનું માનવું છે કે AFC મહિલા એશિયન હેઠળ દક્ષિણ અમેરિકામાં ટેક્નિકલ રીતે સારી ટીમોની સામે રમવાથી ટીમના ખેલાડીઓમાં ઘણો આત્મવિશ્વાસ પેદા થયો છે. એ ટીમોની સામે સામે રમવું અમારા માટે એક અલગ અનુભવ રહ્યો, કેમ કે એવી ટીમોમાં એવી અનુભવી ખેલાડીઓ છે, જે અમારાથી ઘણું સારું રમી રહ્યા છે અને તેમની સામે મેચમાં સાતત્ય રાખવું ઘણું મુશ્કેલ હતું, એમ AIFFની રિલીઝમાં મનીષાએ જણાવ્યું હતું.

અમારે એકસાથે રહેવાનું હતું અને એક ટીમવર્કની જેમ લડવાનું હતું. મને લાગે છે કે એ ત્રણ મેચોનો અનુભવ અમને ઘણો કામ લાગશે. આ મેચોમાં અમારા વિશ્વાસમાં વધારો થયો હતો. અમે હવે જેકોઈની સામે પણ રમીશું, એમાં અમે એક ટીમવર્ક બનાવીને લડી શકીશું અને સારો દેખાવ કરી શકીશું. એકજૂટતાની ભાવનાએ એશિયન કપ પહેલાં બધાને પ્રોત્સાહિત કર્યા છે, એમ તેણે કહ્યું હતું.

20મી વર્ષગાંઠના એક દિવસ પહેલાં મનીષાએ બ્રાઝિલની સામે એક યાદગાર ગોલ કર્યો હતો, જે ભારતની કોઈ પણ મહિલા ફૂટબોલર દ્વારા વિશ્વના ટોચના 10 રેન્કિંગવાળી ટીમની સામે પહેલો ગોલ હતો. જોકે આ માત્ર અંત નથી, કેમ કે મુખ્ય લક્ષ્ય ફિફા મહિલા વિશ્વ કપમાં ક્વોલિફાય થવાનું છે. એ ગોલ કરવાની ખાસ ક્ષણ હતી. હું હંમેશાં બ્રાઝિલની ટીમની પ્રશંસક રહી છું. હું રોનાલ્ડિન્હોને જોઈને મોટી થઈ છું અને નેમાર અને બ્રાઝિલની ફૂટબોલની શૈલીએ મને આકર્ષિત કરી છે. હું મારા દેશ માટે વધુ ને વધુ ગોલ કરવા ઇચ્છું છું, એમ તેણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular