Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessકોરોના-ઈફેક્ટઃ એપલને આઈફોન, આઈપેડનું ઉત્પાદન અટકાવવું પડ્યું

કોરોના-ઈફેક્ટઃ એપલને આઈફોન, આઈપેડનું ઉત્પાદન અટકાવવું પડ્યું

ક્યૂપર્ટિનો (કેલિફોર્નિયા): કોરોનાવાઈરસ રોગચાળાને કારણે દુનિયાભરમાં ચીજવસ્તુઓની પુરવઠા શ્રૃંખલાને ખૂબ જ માઠી અસર પડી છે. આ સમસ્યા અમેરિકાની અગ્રગણ્ય ટેક્નોલોજી કંપની એપલને પણ નડી છે. તેને એના લોકપ્રિય સ્માર્ટફોન આઈફોનનું ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી છે. છેલ્લા દસ વર્ષમાં કંપની સાથે આવું પહેલી જ વાર બન્યું છે.

એપલના ચીફ એક્ઝિક્યૂટિવ ટીમ કૂકે ગયા ઓક્ટોબરમાં કહ્યું હતું કે રજાઓની મોસમવાળા ત્રિમાસિક (હોલિડે ક્વાર્ટર) દરમિયાન સપ્લાય ચેન સામેની સમસ્યાની અસર વધારે બગડશે. અને એપલ કંપનીએ ગયા ઓક્ટોબરમાં, દાયકામાં પહેલી જ વાર એના મુખ્ય ઉત્પાદન આઈફોન-13 સ્માર્ટફોન તથા નવા આઈપેડનું ઉત્પાદન અટકાવી દીધું હતું. સ્માર્ટફોન માટેની ચિપની અછત અને સપ્લાય ચેન ખોરવાઈ ગઈ હોવાને કારણે એપલના ઉત્પાદનને ફટકો પડ્યો છે. સામાન્ય રીતે, દર વર્ષે હોલિડે ક્વાર્ટર એપલ માટે સૌથી વ્યસ્ત રહેતો હોય છે, કારણ કે એ દરમિયાન ઘણા ગ્રાહકો નાતાલના અનેક અઠવાડિયા પૂર્વે ગિફ્ટ તરીકે આઈફોન અને આઈપેડની ખરીદી કરતાં હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular