Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessવિશ્વમાં રેન્સમવેર હુમલાઓની યાદીમાં ભારત સૌથી મોખરે

વિશ્વમાં રેન્સમવેર હુમલાઓની યાદીમાં ભારત સૌથી મોખરે

નવી દિલ્હીઃ દેશમાં જેમ-જેમ ડિજિટલ ટેક્નોલોજીને વેગ મળી રહ્યો છે, તેમ-તેમ રેન્સમવેર હુમલાનું જોખમ સૌથી વધુ છે. ભારતીય કંપનીઓએ  2021માં અત્યાર સુધી રેન્સમવેર હુમલાનો સૌથી વધુ સામનો કરવો પડ્યો છે. સાઇબર ક્રિમિનલો મોટી કંપનીઓના માળખાને ખોરવવાના પ્રયાસો કરતા રહે છે. દેશમાં અડધોઅડધ (49 ટકા) ઓર્ગેનાઇઝેશનો વિવિધ રેન્સમવેર હુમલાનો સામનો કરવો પડ્યો છે, જ્યારે છેલ્લા 12 મહિનામાં 76 ટકા કંપનીઓ કમસે કમ એક વાર રેન્સમવેર હુમલાનો ભોગ બની છે, એમ યુએસ સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઇક અને માર્કેટ રિસર્ચ કંપની વેનસન બોર્નનો સાત ડિસેમ્બરનો સર્વેનો રિપોર્ટ કહે છે. એ કોઈ પણ અન્ય દેશથી વધુ છે.

અનેક ભારતીય કંપનીઓએ હુમલાખોરોના હુમલાથી બચવા માટે જબરજસ્તી વસૂલીની માગનો સ્વીકાર કર્યો છે. અહેવાલ કહે છે કે 27 ટકા ભારતીય કંપનીઓએ પાંચ લાખથી 10 લાખ ડોલરની જબરદસ્તી વસૂલી માટે ચુકવણી કરી હતી. ભારત સરેરાશ સૌથી વધુ એક્સટોર્શન ફી ચુકવણી મામલે ટોચ પર છે. ભારતે એ એક્સટોર્શન ફીની ચુકવણી તરીકે 112.8 લાખ ડોલર ચૂકવ્યા છે.ભારતીય કંપનીઓ દ્વારા સરેરાશ રેન્સમની રકમ 29.2 લાખ છે, જ્યારે 26 ટકા ભારતીય કંપનીઓએ રેન્સમવેર માટે 50 લાખથી 10 લાખ ડોલરની રકમ ચૂકવી છે, એમ અહેવાલ કહે છે.   

કોરોના રોગચાળાને કારણે હાઇબ્રિડ વર્ક મોડલમાં આવેલા ફેરફારને કારણે IT અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગમાં ખાસ્સો વધારો થયો હતો. ગયા સપ્તાહે વૈશ્વિક રિસર્ચ કંપની ગાર્નરએ પણ અંદાજ્યો હતો કે ભારતીય કંપનીઓ IT ઇન્ફ્રા પર 100 અબજ ડોલરથી વધુનો ખર્ચ કરશે.   

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular