Saturday, May 24, 2025
Google search engine
HomeNewsSportsઅમેરિકા 2024માં ICC T20 વર્લ્ડ કપનું યજમાન બનશે

અમેરિકા 2024માં ICC T20 વર્લ્ડ કપનું યજમાન બનશે

નવી દિલ્હીઃ અમેરિકા 2024માં T20 વિશ્વ કપનું યજમાનપદું કરે એવી સંભાવના છે, કેમ કે ICCની 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાવવાની ચળવળ તેજ થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) મંગળવારે T20 વિશ્વ કપના આયોજનના હક વેસ્ટ ઇન્ડિઝને અને અમેરિકાને આપ્યા છે. આ ઉપરાંત વર્ષ 2027ની 50 ઓવરો વનડે વર્લ્ડ કપના આયોજન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને આપવામાં આવ્યા છે. આ સાથે નામિબિયાને આમાં હોસ્ટ બનાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનને 29 વર્ષ પછી કોઈ ICC ટુર્નામેન્ટના આયોજનને મંજૂરી મળી છે. વર્ષ 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)નાં ત્રણ મોટાં આયોજનો- 2026માં T20 વર્લ્ડ કપ, 2029 ચેમ્પિયન્સ ટ્રોફી (શ્રીલંકાની સાથે સંયુક્ત)  અને 2031 વર્લ્ડ કપ (બંગલાદેશની સાથે)ના હક મળ્યા છે. એની સાથે BCCIને આશરે 20 કરોડ ડોલરના ટેક્સની પણ બચત થશે, કેમ કે ICCએ એ ટેક્સની ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે, જેને ભારત સરકારને BCCIએ આપવાનો ઇનકાર કર્યો હતો.

યજમાનોની પસંદગી એક પ્રતિસ્પર્ધી બોલી દ્વારા કરવામાં આવ્યું હતું. એક પેટા સમિતિએ એની પસંદગી કરી હતી. એમાં ન્યુ ઝીલેન્ડ ક્રિકેટના ચેરમેન માર્ટિન સ્નેડનની સાથે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના અધ્યક્ષ રિકી સ્કેરિટ સામેલ હતા.

એક અન્ય મામલામાં BCCIને ICCતરફથી મોટી રાહત મળી છે. ICC BCCIના ટેક્સબોજને સહન કરવા માટે રાજી થયું છે. બોર્ડને સરકાર તરફથી આયોજન પર 10 ટકાની ટેક્સછૂટ નહોતી મળી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular