Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessબાઈક-પર બેઠેલાં બાળકો-માટે પણ હેલ્મેટ-સેફ્ટી બેલ્ટ ફરજિયાત

બાઈક-પર બેઠેલાં બાળકો-માટે પણ હેલ્મેટ-સેફ્ટી બેલ્ટ ફરજિયાત

નવી દિલ્હીઃ દેશભરમાં ટ્રાફિકને લગતા કાયદાઓમાં ટૂંક સમયમાં જ કડક ફેરફાર અમલમાં મૂકાનાર છે. ચાર વર્ષની વયનાં બાળકો માટે મોટરબાઈક પર સફર કરતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત બનાવાશે. કેન્દ્રીય રોડ ટ્રાસપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે મોટરસાઈકલો પર બાળકોને બેસાડવા માટે કડક નિયમો લાગુ કરવાનું નક્કી કર્યું છે. નવા નિયમ અંતર્ગત, 9 મહિનાથી લઈને ચાર વર્ષની વય સુધીનાં બાળકોને ક્રેશ હેલ્મેટ પહેરાવવી ફરજિયાત થશે, નહીં તો મોટી રકમનો દંડ ભરવો પડશે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, મોટરબાઈક ચાલકે એની સાથે બેઠેલા બાળકને જોડતી એક સેફ્ટી હાર્નેસ (બેલ્ટ) લગાડવો પડશે. તે સેફ્ટી બેલ્ટ BIS (બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ)ના નિયમો અનુસારનો હોવો જોઈએ, જે વજનમાં હલકો અને એડજસ્ટ થઈ શકે એવો હોય. સાથોસાથ, એ વોટરપ્રુફ અને ટકાઉ પણ હોવી જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે આ સૂચિત નિયમ વિશે જો કોઈને સૂચન કે વાંધો હોય તો એ ઈમેલ કે પત્ર મારફત જણાવી શકે છે.

નવા નિયમ અનુસાર, જો તમે મોટરબાઈક પર ચાર વર્ષની વય સુધીનાં બાળકને બેસાડીને જતા હો તો મોટરબાઈકની સ્પીડ 40 કિ.મી. પ્રતિ કલાકથી વધારે હોવી ન જોઈએ. અકસ્માતોમાં બાળકોની સુરક્ષા માટે આ કડક નિયમો લાગુ કરવામાં આવનાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular