Thursday, May 22, 2025
Google search engine
HomeNewsSportsભારત ઇચ્છે તો પાકિસ્તાનને કંગાળ કરી શકેઃ ઇમરાન ખાન

ભારત ઇચ્છે તો પાકિસ્તાનને કંગાળ કરી શકેઃ ઇમરાન ખાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કબૂલ કર્યું હતું કે ભારતનું સંપૂર્ણ રીતે વિશ્વ કિક્રેટ પર પ્રભુત્વ છે. ઇમરાન હાલમાં ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડ કિક્રેટ ટીમોના રદ થયેલા પાકિસ્તાનપ્રવાસ માટે નિરાશા વ્યક્ત કરી હતી. કોઈ પણ દેશ ભારત સામે પગલું નહીં ભરે, કેમ કે એમાં મોટી રકમ સામેલ છે, એમ તેમણે કહ્યું હતું.

ક્રિકેટ જગતમાં નાણાં એક મોટો ખેલાડી છે, ક્રિકેટરોની સાથે-સાથે ક્રિકેટ બોર્ડ માટે પણ. ભારત હવે વિશ્વ ક્રિકેટને નિયંત્રિત કરે છે. મારો કહેવાનો અર્થ એ છે કે ભારત જે ઇચ્છે એ થઈ જાય છે. કોઈ પણ દેશ ભારત વિરુદ્ધ જવાની હિંમત નહીં કરે, કેમ કે એ દેશો જાણે છે કે એમાં નાણાં સામેલ છે. વળી ભારત ક્રિકેટમાંથી વધુ નાણાં બનાવી શકે છે. હજી હાલમાં જ 1992 પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ઇમરાને રમીઝ રાજાના એક નિવેદનને ટેકો આપતાં કહ્યું હતું કે ભારત ઇચ્છે તો પાકિસ્તાનને કંગાળ બનાવી શકે છે.

વિશ્વમાં BCCI સૌથી શ્રીમંત બોર્ડ છે અને એ વર્લ્ડ ક્રિકેટને નિયંત્રિત કરે છે. ઇંગ્લેન્ડે હાલમાં પ્રવાસ રદ કર્યો હતો, પણ ભારતની સામે આવું કરવાની કોઈ પણ દેશ હિંમત નહીં કરે.  જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય લે તો PCBને ICCથી કોઈ આર્થિક મદદ ના મળે અને PCB ખતમ થઈ જાય. PCBને ICC દ્વારા 50 ટકા નાણાકીય મદદ મળે છે, જેને BCCI દ્વારા 90 ટકા આર્થિક સહાય મળે છે. જો કાલે વડા પ્રધાન મોદી નિર્ણય લે કે અમે પાકિસ્તાનને ફન્ડિંગ નહીં મળવું જોઈએ તો PCB કડડડભૂસ થઈ જાય, એમ રાજાએ પાકિસ્તાનની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીમાં કહ્યું હતું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular