Monday, May 19, 2025
Google search engine
HomeNewsSportsT20-વર્લ્ડકપ 2021: વિજેતા ટીમને મળશે રૂ.12 કરોડ

T20-વર્લ્ડકપ 2021: વિજેતા ટીમને મળશે રૂ.12 કરોડ

દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ આગામી મેન્સ T20 વર્લ્ડ કપ-2021 સ્પર્ધા માટે ઈનામી રકમોની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર ટીમને 16 લાખ ડોલર (આશરે રૂ. 12 કરોડ)નું રોડ ઈનામ મળશે. જ્યારે રનર્સ-અપ ટીમને તેનાથી અડધી રકમ ઈનામ રૂપે મળશે.

સ્પર્ધા માટે કુલ 56 લાખ ડોલરની ઈનામી રકમ ફાળવવામાં આવી છે. સ્પર્ધામાં 16 ટીમ ભાગ લેવાની છે. દરેક ટીમને અમુક રકમ આપવામાં આવશે. સ્પર્ધા 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને ઓમાનમાં રમાશે. મેચો યૂએઈના અબુ ધાબી, દુબઈ, શારજાહમાં અને ઓમાનના અલ અમિરાતમાં રમાશે. સેમી ફાઈનલમાં હારી જનાર બંને ટીમને ચાર-ચાર લાખ ડોલરનું રોકડ ઈનામ આપવામાં આવશે. સેમી ફાઈનલ મેચો 10 અને 11 નવેમ્બરે રમાવાની છે. ફાઈનલ મેચ 14 નવેમ્બરે દુબઈમાં રમાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular