Saturday, May 24, 2025
Google search engine
HomeNewsBusinessસોશિયલ-મિડિયા પ્લેટફોર્મ્સ ડાઉન થતાં ફેસબુકનો શેર 5%-તૂટ્યો

સોશિયલ-મિડિયા પ્લેટફોર્મ્સ ડાઉન થતાં ફેસબુકનો શેર 5%-તૂટ્યો

મુંબઈઃ ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય ત્રણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ – વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ગઈ કાલે રાતથી ડાઉન થઈ ગયા હતા. છ કલાક બાદ, વહેલી સવારથી એ ફરી શરૂ થયા હતા. આ ત્રણેય સેવા ખોરવાઈ જતાં દુનિયાભરમાં કરોડો લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મિડિયા કંપની ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ અને મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની સેવાઓ પણ ઠપ થતાં સિલિકોન વેલીની કંપની ફેસબુકનો શેર શેરબજારમાં લગભગ પાંચ ટકા જેટલો તૂટ્યો હતો. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઈક શ્રોફરે બે ટ્વીટ દ્વારા યૂઝર્સની માફી માગી છે. એમણે લખ્યું છે કે અમારી સેવાઓ પર નિર્ભર રહેતા દુનિયાભરનાં કરોડો લોકોને અને વ્યાપાર ગૃહોને આ આઉટેજને કારણે પડેલી તકલીફ બદલ અમે માફી માગીએ છીએ. અમારી સેવા પર નિર્ભર રહેતા દરેક નાના-મોટા ઉદ્યોગો, પરિવારો અને વ્યક્તિઓની હું અંગતપણે માફી માગું છું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular