Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentરણબીર, આલિયા શું લગ્ન કરવા જોધપુર પહોંચ્યાં?

રણબીર, આલિયા શું લગ્ન કરવા જોધપુર પહોંચ્યાં?

મુંબઈઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા ઘણા દિવસોથી એકમેકને ડેટ કરી રહ્યાં છે. એરપોર્ટથી નીકળતા જ તેમના ફોટો સોશિયલ મિડિયા પર છવાઈ ગયા છે. રણબીર કપૂર 28 સપ્ટેમ્બર 39મો જન્મદિવસ ઊજવશે. આવામાં બર્થડેથી ઠીક પહેલાં બંનેની જોધપુર ટ્રિપ સ્પેશિયલ સેલિબ્રેશન તરફ ઇશારો કરી રહી છે. આ કપલને ઘણી વાર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ક્યારેક આ કપલ વેકેશન તો ક્યારે ફેમિલી ગેટ-ટુગેધરમાં એકસાથે નજરે પડે છે. જેથી હવે તેમના ફેન્સને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે. રણબીર કપૂર અને આલિયા હાલ એકસાથે જોધપુર પહોંચ્યા છે, જેના ફોટો વાઇરલ થવાથી બંને જણનાં લગ્નની અટકળોથી બજાર ઘણું ગરમ થયું છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ચાર્ટર વિમાનથી જોધપુર પહોંચ્યા છે. જેથી આગામી દિવસોમાં આ કપલનાં લગ્નનું આયોજન ઉમ્મેદ ભવન પેલેસ, મહેરાનગઢ ફોર્ટ અને જોધપુરની આસપાસ કરવામાં આવશે. હાલ આ કપલ જવાઈ રિસોર્ટમાં ઊતર્યા છે.

વાસ્તવમાં આ જોડીને લઈને ન્યૂઝ હતા કે તેઓ 2020ના અંત સુધીમાં લગ્નનાં બંધનમાં બંધાઈ ઝશે. આ મામલે રણબીર કપૂર આલિયા સાથે લગ્નના સમાચાર પર નહોર લગાવી ચૂક્યો છે. રણબીરે કહ્યું હતું કે હું આલિયાથી જલદી લગ્ન કરીશ. આ પહેલાં સમાચાર હતા કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ડેસ્ટિનેશન વેડિંગ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આલિયાએ લગ્નના લહેંગો ડિઝાઇન કરાવવા માટે સવ્યસાચીનો સંપર્ક કર્યો હતો.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular