Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratSBS- GWFM HR લીડર્સ સમીટ 21 યોજાઈ

SBS- GWFM HR લીડર્સ સમીટ 21 યોજાઈ

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ- અમદાવાદે મેગા ઈવેન્ટ ‘SBS- GWFM HR લીડર્સ સમીટ-21’નું આયોજન કર્યું હતું, જેનો વિષય હતો- “વન સ્ટેપ અહેડઃ રિયલાઇનિંગ એચઆર વ્હેન ફ્યુચર બિકમ્સ રિયાલિટી.” આ કાર્યક્રમ આ ઉદ્યોગના ટોચના પ્રેક્ટિશનર્સ માટે એક બૌદ્ધિક ચર્ચા સમાન હતો, જેમાં વર્તમાન સમયમાં HRનાં તમામ પાસાં આવરી લેવામાં આવ્યાં હતાં અને વર્કપ્લેસને ભવિષ્ય માટે સજ્જ બનાવવા કેવા ફેરફાર કરવા જોઈએ- એની ચર્ચા કરવામાં આવી હતી.

SBSએ ડો. ઓગસ્ટસ અઝારિયા, એસોસિયેટ ડિરેક્ટર, હ્યુમન રિસોર્સ, IBMનો ખાસ આભાર માન્યો હતો. જેમણે “બિલ્ડિંગ અજાઇલ એન્વાયર્નમેન્ટઃ ધ ફ્યુચર ઓફ વર્કપ્લેસ”ના વિષય પર અત્યંત રસપ્રદ ભાષામાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં નિષ્ફળતાને સહન કરવાની ક્ષમતા એ ટકી રહેવા માટેના સિદ્ધાંત છે. મોટી કંપનીઓ દ્વારા પણ આ મોડેલનો સારી રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

ગૌરવ સૈની, HR ડિરેક્ટર, એચએમડી ગ્લોબલ (નોકિયા ફોન્સ),  હાલની પરિસ્થિતિમાં પર્ફોર્મન્સ સુધારવાના વિષય પર તેમણે વિશેષ માહિતી આપી હતી.

શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ આ HR સમીટના વિચારને આકાર આપ્યો છે, જેમાં અસરકારક અમલીકરણ માટે સમયાંતરે દિશા આપવામાં આવી છે. 20થી વધારે વક્તાઓ, બે મુખ્ય પ્રવચનો અને ત્રણ પેનલ ડિસ્કશન સાથે આ કાર્યક્રમે સાડાપાંચ કલાક સુધી શ્રોતાઓને જકડી રાખ્યા હતા.

આ કાર્યક્રમમાં જુદાં-જુદાં સેક્ટરના 100  જેટલા HR પ્રોફેશનલોએ ભાગ લીધો હતો તથા SBSના 300 વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular