Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsઅફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા સામે રમવા રસ્તા માર્ગે જશે

અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા સામે રમવા રસ્તા માર્ગે જશે

કાબુલઃ તાલિબાને કબજો કર્યા પછી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ જોખમમાં છે. જોકે હવે બોર્ડે આ સિરીઝ બચાવવા માટે એક મોટું પગલું લીધું છે. અફઘાનિસ્તાનનું એરપોર્ટ હાલ અમેરિકાના કબજામાં છે. આવામાં ત્રીજી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી સિરીઝ માટે અફઘાનિસ્તાનની ટીમ ઇસ્લામાબાદથી સંયુક્ત આરબ અમિરાત (UAE) માટે ઉડાન ભરશે, જેના માટે એણે પાકિસ્તાન સુધી પહોંચવા માટે રસ્તા માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો.

અફઘાનિસ્તાન ટીમને કોલંબોમાં સિરીઝ રમતાં પહેલાં ઇસ્લામાબાદથી UAE પહોંચાવાનું છે. જેથી ટીમ રવિવારે રસ્તા માર્ગે પાકિસ્તાનની યાત્રા કરશે. રાશિદ ખાનની આગેવાની હેઠળ ટીમ ત્રીજી સપ્ટેમ્બરથી શ્રીલંકામાં પાકિસ્તાનની સામે ત્રણ વનડે મેચ રમશે.  

બધી મેચો કોલંબોથી 238 કિમી દૂર હંબનટોટામાં રમાવાની છે. અફઘાનિસ્તાનના બધા ક્રિકેટરોને વિસા મળી ગયા છે. એ તુર્કહમ સરહદેથી પાકિસ્તાનમાં પ્રવેશ કરશે, જે બંને દેશોની વચ્ચે પ્રવેશનું સૌથી વ્યસ્ત પોર્ટ છે. તુર્કહમ સરહદે પાર કરીને અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતથી જોડે છે. તુર્કહમ સરદના માધ્યમથી કાબુલથી પેશાવર સુધીની ડ્રાઇવ સાડાત્રણ કલાક લાંબી છે. ટીમ પેશાવરથી ઇસ્લામાબાદથી UAE માટે ઉડાન ભરશે. એ પછી અફઘાનિસ્તાનની ટીમ UAEથી કોલંબો માટે ઉડાન ભરશે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular