Friday, June 20, 2025
Google search engine
HomeNewsEntertainmentપલક મારી-કરતાં પણ વધારે-સારી અભિનેત્રી છેઃ શ્વેતા તિવારી

પલક મારી-કરતાં પણ વધારે-સારી અભિનેત્રી છેઃ શ્વેતા તિવારી

મુંબઈઃ જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ‘રોઝીઃ ધ સેફ્રન ચેપ્ટર’ હોરર ફિલ્મ સાથે બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. શ્વેતાનું કહેવું છે કે મારી કરતાં મારી દીકરી વધારે સારી અભિનેત્રી છે.

40 વર્ષીય શ્વેતાએ એમ પણ કહ્યું છે કે, ‘જો તક મળશે તો હું પલક સાથે કોઈ ફિલ્મમાં સાથે કામ કરવાનું જરૂર પસંદ કરીશ. એ તો મારી કરતાંય સારી અભિનેત્રી છે. એ બહુ ઝડપથી અને આસાનીથી શીખી રહી છે. હું તો એને અભિનય કરતાં બસ જોતી જ રહી જાઉં છું અને લાગણીવશ પણ થઈ જાઉં છું.’ શ્વેતાએ ટીવી સિરિયલોમાં અભિનય કર્યાંને 20 વર્ષ થઈ ગયા. એની જાણીતી સિરિયલો છેઃ ‘કસૌટી ઝિંદગી કે’, ‘પરવરિશ’, ‘બેગુસરાઈ’ વગેરે.

(તસવીર સૌજન્યઃ પલક તિવારી ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular