Friday, May 23, 2025
Google search engine
HomeNewsSportsતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં કોરિયા સામે હારી

તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં કોરિયા સામે હારી

ટોક્યોઃ અહીં રમાતી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં આજે મિશ્ર ભાગ્ય સાંપડ્યું છે. ટેબલટેનિસ અને તીરંદાજીમાં ભારતનાં અમુક ખેલાડીઓને પ્રારંભિક તબક્કાઓમાં સફળતા મળી હતી, પરંતુ તલવારબાજીમાં ભવાનીદેવીની હાર થઈ છે. ટેબલટેનિસમાં પુરુષોના વર્ગમાં સિંગલ્સ મુકાબલામાં શરથ કમલે પોર્ટુગલના ખેલાડીને 4-2 સ્કોરથી પરાજય આપ્યો હતો. આ સાથે કમલ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. તીરંદાજીમાં, ભારતના અતાનુ દાસ, પ્રવીણ જાધવ અને તરુણદીપ રાયની ટીમે પહેલા મુકાબલામાં કઝાખસ્તાનના હરીફોને 6-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બાદમાં કોરિયાની ટીમ સામે એમનો 0-6થી પરાજય થયો હતો.

તલવારબાજીમાં ભારતની એકમાત્ર સ્પર્ધક બનેલી સી.એ. ભવાનીદેવીનો ફ્રાન્સની હરીફ સામે પરાજય થયો છે. અનુભવી અને ચોથી ક્રમાંકિત ફ્રેન્ચ ખેલાડીએ ભવાનીદેવી પર વર્ચસ્વ જાળવ્યું હતું અને 15-7 સ્કોરથી એને પરાજય આપ્યો હતો. પહેલા હાફમાં એનો સ્કોર 8-2 હતો. ભવાનીદેવી જોકે તેની પહેલી મેચમાં ઈન્ડોનેશિયાની હરીફ સામે જીતી હતી, પરંતુ તે પછીના રાઉન્ડમાં એ પરાજીત થઈ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular