Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratઆયોજકોએ કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ કરતાં કેસ નોંધાયો

આયોજકોએ કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ કરતાં કેસ નોંધાયો

ભાવનગરઃ રાજ્યના ભાવનગરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા માટે 200થી વધુ લોકો એકઠા થઈ ગયા, જે પછી પોલીસે કાર્યક્રમના આયોજકોની સામે કોરોનાની દિશા-નિર્દેશોના કથિત ઉલ્લંઘનનો કેસ નોંધ્યો હતો, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. રાજ્ય સરકારે હાલમાં એક જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું કે ખુલ્લી જગ્યામાં થનારા બધા સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં મહત્તમ 200 લોકોને સામેલ થવાની મંજૂરી હશે, પણ બંધ હોલમાં મહત્તમ 50 ટકા ક્ષમતાને અનુરૂપ લોકો સામેલ થઈ શકશે તથા તેમની સંખ્યા 200થી વધુ નહીં હોવી જોઈએ.

નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે રવિવારે બપોરે કાળા નાળા વિસ્તારમાં દાદાસાહેબ જૈન મંદિરમાં પહોંચી હતી, જ્યાં એક હોલમાં 200થી વધું લોકો હાજર હતા. પોલીસને માલૂમ પડ્યું હતું કે આ કાર્યક્રમના આયોજકોએ સંબંધિત ઓફિસથી આયોજનની મંજૂરી નહોતી લીધી. આ કાર્યક્રમના ચાર આયોજકોની સામે ભારતીય દંડ સંહિતા સંબંધિત કલમો અને રોગચાળા રોગના અધિનિયમની જોગવાઈઓ હેઠળ પ્રાથમિક કેસ નોંધવામાં આવ્ય. હતો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular