Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratસરકારને માછીમારોની લગીરે પરવા નથીઃ સોલંકી

સરકારને માછીમારોની લગીરે પરવા નથીઃ સોલંકી

અમદાવાદઃ રાજ્ય સરકારમાં મત્સ્યોદ્યોગપ્રધાન પુરુષોત્તમ સોલંકીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે રૂપાણી સરકાર પર તાઉ’તે વાવાઝોડા પછી લોકોને અપાનારી રાહત સામગ્રીમાં ઢીલ વર્તાતી હોવાનો આરોપ લગાવ્યો છે. કોળી સમાજના આગેવાન અને રાજ્ય કક્ષાના પ્રધાન પુરુસોત્તમ સોલંકીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી. માછીમારોની તકલીફ કોઇ જોતું નથી. પેકેજ આપ્યું છે પણ અમલ ક્યાં કરવામાં આવે છે? નેતાઓ માછીમારોની તકલીફ અને દર્દ નથી સમજતા. સરકાર માત્ર વાતો કરે છે, પણ માછીમારોને સહાય કરતી નથી.

સોલંકીએ ગયા મહિને તટીય વિસ્તારોમાં આવેલા વાવાઝોડા તાઉ’તે પછી માછીમારો માટે રાજ્ય સરકારે રૂ. 105 કરોડનું રાહત પેકેજ આપવામાં થઈ રહેલા વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તાઉ’તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન અમરેલીના જાફરાબાદ, ભાવનગરના મહુવા અને ઉના જેવી જગ્યાએ થયું છે. ખાસ કરીને સમુદ્રકિનારે વસતા માછીમારોને નુકસાન થયું છે.

ગાંધીનગરમાં મિડિયાથી વાતચીત કરતાં સોલંકીએ કહ્યું હતું કે એ સાચું છે કે ભાજપ સત્તામાં છે, પણ હું તમને સ્પષ્ટ કહ્યું છું કે ભાજપ શાસનમાં માછીમારોને બહુ મદદ નથી મળતી. કોઈને પણ તેમના મુદ્દા ઉકેલવામાં રસ નથી. જોકે હું સરકારમાં છું, પણ આ સંબંધે હું કશું કરી નથી શકતો. એ પણ એક સસાચી વાત છે.

વાવાઝોડા પછી રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી હતી., પણ એનો અમલ નથી થયો. એ પેકેજ સમુદ્ર તટ પર રહેતા લોકો માટે પર્યાપ્ત નથી. મારું માનવું છે કે સરકારે પેકેજની રકમ વધારવી જોઈએ.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular