Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentબોલીવુડના ‘સિંઘમે’ મુંબઈમાં 60-કરોડનો નવો બંગલો ખરીદ્યો

બોલીવુડના ‘સિંઘમે’ મુંબઈમાં 60-કરોડનો નવો બંગલો ખરીદ્યો

મુંબઈઃ દેશભરમાં કોરોનાવાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે અને મોટા ભાગની વ્યાપારી તથા ફિલ્મી પ્રવૃત્તિઓ બંંધ છે અથવા નિયંત્રણમાં છે તે છતાં આ પરિસ્થિતિ હિન્દી ફિલ્મઉદ્યોગમાં અનેક સેલિબ્રિટી વ્યક્તિઓ પ્રોપર્ટીમાં મોટા પાયે મૂડીરોકાણ કરતી રોકી શકી નથી. અર્જુન કપૂર, જાન્વી કપૂર, સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ, હૃતિક રોશન, અમિતાભ બચ્ચન બાદ હવે બોલીવુડના ‘સિંઘમ’ કહેવાતા અભિનેતા અજય દેવગને પણ મુંબઈ શહેરમાં એક નવો બંગલો ખરીદ્યો હોવાનો અહેવાલ છે.

માહિતી અનુસાર, અજયે લગભગ રૂ. 60 કરોડની કિંમતમાં શહેરના પોશ ગણાતા જુહૂ વિસ્તારમાં એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર બંગલો ખરીદ્યો છે. અજય અને એની અભિનેત્રી પત્ની કાજોલ હાલ મુંબઈના જુહૂ વિસ્તારમાં જ શક્તિ નામના બંગલામાં રહે છે અને હવે એમણે એ જ પરિસરમાં નવો બંગલો ખરીદ્યો છે. નવો બંગલો 5,310 ચોરસ ફૂટ એરિયાનો છે. અજયે બંગલાની કિંમતની માહિતી આપી નથી, પરંતુ એ વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ આપેલી માહિતી અનુસાર એ બંગલો 60 કરોડનો હોવાનું મનાય છે. બંગલાની માલિકણ પુષ્પા નામની કોઈક મહિલા હતી. એને આ બંગલો 70 કરોડમાં વેચવો હતો, પરંતુ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને એણે અજયને ઓછા ભાવે બંગલો વેચી દીધો છે. અજય અને કાજોલ એક વર્ષથી મુંબઈમાં નવું ઘર શોધતાં હતાં. આખરે એમને તેમનાં જ પરિસરમાં એ મળી ગયું છે. હવે એમણે ત્યાં રીનોવેશન કામ પણ શરૂ કરાવી દીધું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular