Thursday, May 22, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentકરિશ્મા તન્નાનાં ‘લોકડાઉન પોઝ’...

કરિશ્મા તન્નાનાં ‘લોકડાઉન પોઝ’…

કોરોનાવાઈરસ બીમારી અને તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉન-નિયંત્રણોને કારણે ફિલ્મનગરી મુંબઈમાં ફિલ્મી પ્રવૃત્તિઓ પણ ઠપ છે. અભિનેત્રી કરિશ્મા તન્નાએ સોશિયલ મિડિયા પર શેર કરેલી આ તસવીરો પરથી જોઈ શકાય છે કે તે ખૂબ નિરાંતે લોકડાઉનનો સમયગાળો પસાર કરી રહી છે. કરિશ્માએ અભિનેત્રી તરીકેની તેની કારકિર્દી ટીવી સ્ક્રીનથી શરૂ કરી હતી. એણે ઘણી સિરિયલોમાં એક્ટિંગ કરી હતી. એ ‘બિગ બોસ’ અને ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી હતી. એમાં તે વિજેતા પણ બની હતી. ‘સંજુ’ તેની પહેલી બોલીવૂડ ફિલ્મ હતી. ‘સૂરજ પે મંગલ ભારી’ ફિલ્મમાં એણે આઈટમ સોન્ગ કર્યું હતું.

કરિશ્મા તેની ફિટનેસ જાળવવા પર ખાસ ધ્યાન આપે છે. તે ઘણી વાર એનાં જિમ વર્કઆઉટની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરતી હોય છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular