Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNational'કોરોના-ત્રીજી-લહેર બાળકો માટે જોખમી? કોઈ સંકેત નથી'

‘કોરોના-ત્રીજી-લહેર બાળકો માટે જોખમી? કોઈ સંકેત નથી’

નવી દિલ્હીઃ એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે ભારતમાં કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેર આવશે ત્યારે એ બાળકો માટે ગંભીર ખતરો બનશે એવો હજી સુધી કોઈ સંકેત મળ્યો નથી. અત્રે કેન્દ્ર સરકાર સંચાલિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે એવું કહેવાય છે કે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બાળકોને સૌથી વધારે અસર થશે, પરંતુ પીડિયાટ્રિક્સ એસોસિએશનનું કહેવું છે કે આ વાતો હકીકતને આધારિત નથી. તે લહેર કદાચ બાળકોને અસર ન પણ કરે. તેથી લોકોએ ડર રાખવાની જરૂર નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજી 1 કરોડ 80 લાખ કોરોના-રસીના ડોઝ ઉપલબ્ધ છે અને એમને આવતા ત્રણ દિવસમાં બીજા 48 લાખથી વધારે ડોઝ પૂરા પાડવામાં આવનાર છે. કેન્દ્ર તરફથી એમને આ ડોઝ મફતમાં આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular