Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાની સારવારમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરવામાં આવી

કોરોનાની સારવારમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્રએ સોમવારે કોવિડ-19ની સારવારના પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરી છે, જેથી દર્દીના પરિવારના સભ્યોની મુશ્કેલી ઓછી થશે, કેમ કે તેમણે વારંવાર પ્લાઝમાની શોધ માટે અહીંતહીં ભાગવું પડતું હતું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના એક્સપર્ટ્સ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત દેખરેખ જૂથ અને ICMRની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા ક્લિનિકલ ગાઇડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ એડલ્ટ કોવિડ-19ની સારવારમાંથી પ્લાઝમા થેરપીના ઉપયોગને દૂર કરવામાં આવી હતી.

આ પ્રકારનો પહેલો સ્ટડી ICMR દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરની 39 જાહેર અને ખાનગી હોસ્પિટલો સામેલ હતી. એ માલૂમ પડ્યું હતું કે 28 દિવસોમાં મૃત્યુદર અથવા મધ્યમ કદના કોવિડ-19ની  ગંભીર બીમારીમાં પ્લાઝમા થેરપી કરવામાં આવેલા દર્દીઓમાં કોઈ ફરક જોવા મળ્યો નહોતો, એક બીજા મોટા અભ્યાસમાં પણ આ જ નિષ્કર્ષ જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે રિસર્ચર્સમાંના મુખ્ય સાયન્ટિફિક સલાહકારે પત્ર લખીને વૈજ્ઞાનિક પુરાવાના અભાવે પ્લાઝમા થેરપી પરની સારવાની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા જણાવ્યું હતું, જેમણે પરિવાના સભ્યોની પરેશાનીમાં ઉમેરો થતો હોવાનું અનુભવ્યું હતું.

ICMRના નિષ્ણાતોએ પણ પ્લાઝમા થેરેપી અંગે વિચારવિમર્શ કર્યો હતો અને વૈજ્ઞાનિક પુરાવાઓની પણ સમીક્ષા કરી હતી, કેમ કે દેશની તમામ હોસ્પિટલોમાં એ સારવાર પદ્ધતિ સૂચવવામાં આવી હતી.

 આ સાથે સુધારેલી માર્ગદર્શિકામાં ટોસિલિઝુમાબના ઉપયોગ અને રેમડેસિવિરનો કોરોનાની સારવામાં ઉપયોગ જાળવી રાખવામાં આવ્યો હતો.  આ મ ર્ગદર્શિકામાં હમણાં કોરોનાના રોગચાળામાં હળવાં લક્ષણોવાળાં દર્દીઓને ivermectin અને  HCQ tabletsના ઉપયોગને મંજૂરી આપી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular