Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalબ્રહ્મ મુહૂર્તમાં બદરીનાથ મંદિરનાં દ્વાર ખોલાયાં

બ્રહ્મ મુહૂર્તમાં બદરીનાથ મંદિરનાં દ્વાર ખોલાયાં

દહેરાદૂનઃ ચમોલીમાં સ્થિત ભગવાન બદરીનાથ મંદિરનાં દ્વાર મંગળવારે સવારે સવા ચાર કલાકે બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યાં હતાં. કોવિડના નિયમોનું પાલન કરતાં સાદગીથી દ્વાર ખોલવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ દરમ્યાન સીમિત સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જોકે શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી હજી નથી આપવામાં આવી. મંદિરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. આ પહેલાં 14 મેએ યમુનોત્રીનાં દ્વાર અને 15 મેએ ગંગોત્રીનાં દ્વાર ખોલવા દરમ્યાન આ જ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.

ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં ચારધામના નાથી મશહૂર બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનાં દ્વાર દર છ મહિને શિયાળા પછી એપ્રિલ-મેમાં ખોલવામાં આવે છે. ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન રાવતે ગયા મહિને કહ્યું હતું કે ધામોનાં દ્વાર નિયત સમયે ખૂલશે, પણ માત્ર તીર્થ પુરોહિત જ નિયમિત પૂજા કરી શકશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહી આ વાત

ઉત્તરાખંડન મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે ભગવાન વિષ્ણુના આઠમા વૈકુંઠ બદરીનાથ ધામના દ્વાર આજે બ્રહ્મ મુહૂર્તમાં વિધિ-વિધાન અને ધાર્મિક અનુષ્ઠાન બાદ કપાટ ખોલવામાં આવ્યાં છે. જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. હું ભગવાન બદરનાથને પ્રદેશવાસીઓના સારા આરોગ્યની કામના કરું છું. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે અસ્થાયી રીતે ચારધામ યાત્રા સ્થગિત છે. મારો અનુરોધ છે કે ભગવાનનાં વર્ચ્યુઅલ દર્શન કરો અને પોતાનાં ઘરોમાં જ પૂજા-અર્ચના અને ધાર્મિક પરંપરાઓનનું નિર્વહન કરો. શ્રી બદરીનાથ ધામનાં દ્વાર ખૂલવાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular