Thursday, May 29, 2025
Google search engine
HomeNewsEntertainmentકોરોના-કાળમાં બનો કરોડપતિ, અમિતાભે શરૂ કર્યું KBC

કોરોના-કાળમાં બનો કરોડપતિ, અમિતાભે શરૂ કર્યું KBC

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 13 સાથે ટીવી પર પરત ફરશે. આ શોમાં અપ્લાય કરવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ છે. મંગળવારે એટલે કે 11 મેએ રજિસ્ટ્રેશનથી જોડાયેલો બીજો સવાલ પૂછવામાં આવ્યો છે. બીજો સવાલ કોરોના રસીથી જોડાયેલો છે.

સવાલઃ રશિયાની પહેલી કોવિડ-19 વેક્સિનનું નામ શું છે?

A ઔરા વી (Aura V)

B સ્પુતનિક વી (Sputnik V)

C વોસ્ટોક 1 (Vostok 1)

d.ફોબોસ (Phobos)

આ સવાલનો સાચો જવાબ (B) સ્પુતનિક ( Sputnik V) છે. ઉમેદવાર આજે રાત્રે નવ કલાક સુધી આ સવાલનો જવાબ આપી શકે છે.

આ સવાલનો સાચો જવાબ SonyLiv appમાં લોગિન કરીને અથવા પછી SMS દ્વારા આપી શકાય છે.  SMS દ્વારા જવાબ આપવા માટે ફોન પર ‘KBC<space>Your answer<space>Age<space>Gender’ ટાઇપ કરો અને 509093 પર મોકલી દો.

રજિસ્ટ્રેશનનો પહેલો સવાલ 10 મેએ પૂછવામાં આવ્યો હતો. એ સવાલ હતો. કોની જયંતીના સન્માનમાં 23 જાન્યુઆરીએ ભારત સરકારે પરાક્રમ દિવસ ઊજવવાનો નિર્ણય લીધો છે?

  1. શહીદ વીર ભગત સિંહ (Shaheed Bhagat Singh)
  2. નેતાજી સુભાષચંદ્ર બોઝ (Netaji Subhas Chandra Bose)
  3. ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad)
  4. મંગલ પાંડે (Mangal Pandey)

આનો સાચો જવાબ (B) નેતાજી સુભાષચંદ્ર બોઝ છે.

‘કૌન બનેગા કરોડપતિ’ ઘણો લોકપ્રિય શો છે. આ શો પૂરો થવા પહેલાં લોકો આગામી સીઝનની રાહ જુએ છે. KBCની દરેક સીઝન લોકો માટે આશાનું કિરણ લઈને આવે છે. આ શોએ ઘણા લોકોને લખપતિ અને કરોડપતિ બનાવ્યા છે. અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે, જેથી આ શો ખૂબ લોકપ્રિય બની રહ્યો છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular