Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainment‘કંગના તો સ્ટેન્ડઅપ કોમેડિયન મહિલા છે’: કરણ

‘કંગના તો સ્ટેન્ડઅપ કોમેડિયન મહિલા છે’: કરણ

નવી દિલ્હીઃ ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ના એક્ટર કરણ પટેલ સોશિયલ મિડિયામાં સતત સક્રિય રહે છે. તેણે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતના ઓક્સિજનવાળા ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી છે. એ ટ્વીટ વાંચ્યા પછી કરણ પટેલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને કંગનાને સ્ટેન્ડ-અપ કોમેડિયન જણાવી છે. કરણ પટેલે કંગનાના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર લખ્યું છે કે ‘દેશમાં પેદા થયેલી સૌથી મજાકિયા સ્ટેન્ડઅપ કોમેડિયન છે આ મહિલા’ તેની આ પોસ્ટ કરણના ફેન પેજ પર ઝડપથી વાઇરલ થઈ રહી છે, જેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કંગનાએ ટ્વીટ શેર કરતાં લખ્યું, દરેક જણ વધુ ને વધુ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં લાગેલું છે. કેટલાય ટન સિલિન્ડર્સ લાવી રહ્યું છે. કોઈ જણાવે કે આપણે જે ઓક્સિજન જબરદસ્તી લઈ રહ્યા છે, એની ભરપાઈ માટે શું કરીએ છીએ?  લાગે છે કે આપણે આપણી ભૂલોમાંથી અને દુર્ઘટનાઓમાં કંઈ શીખ્યા નથી #PlantTrees.

કરણ હંમેશા વર્તમાન સ્થિતિઓ અને લોકો પર પોતાની પ્રતિક્રિયા આપતાં ક્યારેય પાછળ નથી હટતો. આવું પહેલી વાર નથી કે તેણે કંગના પર નિશાન સાધ્યું હોય. આ પહેલાં કરણ પરોક્ષ રીતે ટિપ્પણીઓની સાથે તેના પર નિશાન સાધી ચૂક્યો છે અને કંગનાના ફેન્સનો સામનો કર્યો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular