Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessવિસ્ટારા એરલાઇન્સે ડોક્ટરો, નર્સોને મફતમાં ટિકિટની ઓફર કરી

વિસ્ટારા એરલાઇન્સે ડોક્ટરો, નર્સોને મફતમાં ટિકિટની ઓફર કરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે, ત્યારે દેશને મદદ કરવાના હેતુથી વિસ્ટારા એરલાઇન્સે સિવિલ એવિયેશન મંત્રાલયને પત્ર લખીને સરકારી ઓર્ગેનાઇઝેશન્સનું પ્રતિનિધિત્વ કરનારા ડોક્ટર અને નર્સોને સ્થાનિક નેટવર્કમાં મફત યાત્રા કરવાની ઓફર કરી હતી. સિવિલ એવિયેશન મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી ઉષા પાધીને લખેલા પત્રમાં વિસ્ટારાએ જણાવ્યું હતું કે એરલાઇન્સ કેન્દ્ર અને રાજ્યોના માન્યતાપ્રાપ્ત ઓર્ગેનાઇઝેશનની વિનંતીઓનું પણ સ્વાગત કરશે.  

વિસ્ટારાએ પત્રમાં લખ્યું છે કે કંપની ફ્રન્ટલાઇન વર્કર્સને મફતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા-લઈ જવાની સુવિધા આપશે. વળી, કામ પૂરું થયા પછી તેમને પરત મોકલવાની જવાબદારી પણ કંપની લેશે. જોકે એરપોર્ટ સુધી પેસેન્જરોને લાવવા માટે સંસ્થા વ્યવસ્થા થવી જરૂરી છે અને એરલાઇન્સ સુરક્ષાનાં કારણોસર એરપોર્ટ પર એડ-હોક વિનંતીઓ અને પેકેજીસનું સન્માન નહીં કરે.

અમે અમારા ઘરેલુ નેટવર્ક પર વિનામૂલ્યે  સરકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરનારા ડોક્ટર્સ અને નર્સોને મફત યાત્રા બદલ ખુશી અનુભવીએ છીએ. જો કર્મચારીઓ આ સેવાનો લાભ લેશે, તેમણે SOPનું પાલન કરવું પડશે અને સંબંધિત ઓળખ અને દસ્તાવેજો રજૂ કરવા પડશે. જોકે એરલાઇન્સે કહ્યું હતું કે બેઠકોની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ડોક્ટરો અને નર્સોને વહેલો તે પહેલોના ધોરણે સીટ ફાળવવામાં આવશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular