Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentઅમિતાભ બચ્ચને મોતિયાનું ઓપરેશન કરાવ્યું

અમિતાભ બચ્ચને મોતિયાનું ઓપરેશન કરાવ્યું

મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ફેન્સને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમની સર્જરીને લઈને બ્લોગ પર માહિતી શેર કરી હતી. સોશિયલ મિડિયા પર મહાનાયક માટે પ્રાર્થનાનો સિલસિલો જારી થઈ ગયો છે. તેમના ફેન્સે તેમને પ્રેમ અને ચિંતા દર્શાવી કે એને જોઈને મહાનાયક પણ પોતાની જાતને અટકાવી ન શક્યા અને સર્જરી પછી તરત તેમણે હેલ્થનું અપડેટ આપ્યું હતું.

અમિતાભ બચ્ચને બ્લોગ પર ફરીથી એક નાની લાઇન લખને જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે. તેમણે લખ્યું હતું કે ‘મારી ચિંતા અને પ્રાર્થનાઓ માટે આભાર અને પ્રેમ…’ આ એક લાઇનની સાથે બ્લોગ પર તેમણે કેટલાક ફોટો પર શેર કર્યા હતા.

બિગ બીના હેલ્થથી સંકળાયેલી કેટલીય માહિતી સામે આવી છે, જેને સાંભળીને તેમના ફેન્સને થોડી રાહત મળશે. અહેવાલ મુજબ તેમને આંખમાં મોતિયોની ફરિયાદ પછી એક નાની સર્જરી કરાવવી પડી હતી. તેમના એક મિત્રે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. તેમને કંઈ મોટી બીમારી નથી થઈ, પણ તેમની આંખમાં મોતિયો પાકી ગયો હતો. જેથી એક નાની સર્જરી કરાવવી પડી હતી. તેઓ 24 કલાકમાં ઘરે જઈ શકશે.

આ પહેલાં અમિતાભ બચ્ચને જુલાઇ,2020માં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. એને લીધે તેઓ એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. તેમનો બીજી ઓગસ્ટ, 2020એ રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular