Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalમ્યાનમારમાં તખતાપલટઃ રસ્તા પર બખતરબંધ-ગાડીઓ, ઇન્ટરનેટ શરૂ

મ્યાનમારમાં તખતાપલટઃ રસ્તા પર બખતરબંધ-ગાડીઓ, ઇન્ટરનેટ શરૂ

નવી દિલ્હીઃ મ્યાનમારના કેટલાંક શહેરોમાં તખતાપલટ પછી સેનાની બખતરબંધ ગાડીઓએ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બનાવી હતી. સ્થાનિક સમય એક વાગ્યાથી દેશમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી, પણ હાલ ઇન્ટનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. સેનાની આ તૈયારીને એક ફેબ્રુઆરીએ થયેલા સેનાના તખતાપલટ પછી દેશમાં વિરોધ ખતમ કરવાના સંકેત તરીકે જોવામાં આવે છે. જોકે દેશના ઉત્તરમાં વસેલા કાચિનમાં સતત નવ દિવસોથી સેનાના તખતાપલટના વિરોધમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. સુરક્ષા દળોએ ગોળીબાર કર્યા હોવાના અહેવાલ હતા. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ મ્યાનમારની સેના પર લોકોની વિરુદ્ધ જગનું એલાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

મ્યાનમારના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રેપોર્ટિયર ટોમ એન્ડ્રુઝે કહ્યું હતું કે સેનાના જનરલ હતાશાના સંકેત આપી રહ્યા હતા અને એના માટે તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમણે સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે સેનાએ મ્યાનમારના લોકોની સામે જંગનું એલાન કર્યું છે. સેનાએ તખતાપલટના વિરોધમાં સતત નવમા દિવસે સેકડો-હજાર લોકો મ્યાનમારના રસ્તા પર ઊતર્યા છે. અહીં પાંચ પત્રકારોની ધરપકડ કરવામાં આવી હતી. સેનાએ કહ્યું હતું કે વિપક્ષના સાત મોટા પ્રચારકોની સામે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતાં અમેરિકી એમ્બેસીએ પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા જાહેર કરી છે. મ્યાનમારની સ્થિતિને જોતાં અમેરિકાએ પોતાના નાગરિકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે.

એક ફેબ્રુઆરીથી સેનાએ ચૂંટાઈ આવેલી સરકારનો તખતાપલટ કરીને દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચીની ધરપકડ પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને વિશ્વના દેશો ત્યાંની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અન્ય નેતાઓની પણ ધરપકકડ કરવામાં આવી છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular