Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratકેવડિયામાંથી 8-ટ્રેન શરૂઃ ‘સ્ટેચ્યુ-ઓફ-યુનિટી’ જવાનું આસાન બન્યું

કેવડિયામાંથી 8-ટ્રેન શરૂઃ ‘સ્ટેચ્યુ-ઓફ-યુનિટી’ જવાનું આસાન બન્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નગરસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ને જોડતી આઠ ટ્રેનોને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી છે.  આ ટ્રેનો કેવડિયાને દેશના જુદા જુદા ભાગ સાથે જોડે છે. કોઈ એક સમાન સ્થળને જુદા જુદા ઘણા સ્થળો સાથે જોડતી ટ્રેનોને એક જ સાથે લીલી ઝંડી બતાવવામાં આવી હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. આ ટ્રેનો શરૂ થવાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ પર્યટન સ્થળ જવા માગતા પર્યટકો માટે લાભદાયી બનશે અને કેવડિયાના સ્થાનિક આદિવાસી સમાજના વિકાસ માટે મદદરૂપ થશે. આ આઠ ટ્રેનો કેવડિયાને અમદાવાદ, મુંબઈ, વારાણસી, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડશે.

09247/48 અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક), 09103/04 કેવડિયા-વારાણસી મહામાના એક્સપ્રેસ (સાપ્તાહિક), 02927/28 દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક), 09145/46 હઝરત નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (સપ્તાહમાં બે વાર), 09105/06 કેવડિયા-રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક), 09119/20 ચેન્નાઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક), 09107/08 પ્રતાપનગર-કેવડિયા મેમૂ ટ્રેન (દૈનિક) અને 09109/10 કેવડિયા-પ્રતાપનગર મેમૂ ટ્રેન (દૈનિક). અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ છે, જેમાંથી પ્રવાસીઓને આકાશનું પણ દર્શન થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular