Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentકાજોલની 'ત્રિભંગ' ફિલ્મ જાન્યુઆરીમાં ડિજિટલી રિલીઝ થશે

કાજોલની ‘ત્રિભંગ’ ફિલ્મ જાન્યુઆરીમાં ડિજિટલી રિલીઝ થશે

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કાજોલે સોમવારે પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર તેના ફેન્સને શેર કર્યું છે. તેણે કહ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘ત્રિભંગ’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની આશા છે અને તે તેની બીજી જાહેરાત ફેબ્રુઆરી, 2021માં કરશે. કાજોલ ‘ફિલ્મ’ ત્રિભંગથી નેટફ્લિક્સ પર ડિજિટલ ડેબ્યુ કરી રહી છે.  ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં તેણે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ ‘ત્રિભંગ’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની વકી છે અને એમાં ત્રણ મહિલાઓ વિશે રસપ્રદ વાર્તા છે. મને આ ફિલ્મમાં કામ કરવામાં ખૂબ જ આનંદ આવ્યો છે.

આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેએ કર્યું છે, જ્યારે એમાં અન્ય કલાકારો તન્વી આઝમી અને મિથિલા પાલકર છે. રેણુકા એક શાનદાર ડિરેક્ટર છે. એટલે હું તમને બધાને આ ફિલ્મ જોવા માટે આગ્રહ કરું છું, એમ કાજોલે કહ્યું હતું. કાજોલે તેના 1.1 કરોડ ફોલોઅર્સને આ ફિલ્મ જોયા પછી તેમની પ્રતિક્રિયા જણાવવા કહ્યું હતું.

તેણે એક પણ નવી ફિલ્મ સાઇન નથી કરી, પણ ફેબ્રુઆરી સુધી તમે રાહ જુઓ, એમ તેણે તેના ફેન્સને કહ્યું હતું. કાજોલે ‘તાનાજીઃ અનસંગ વોરિયર’માં તેના કો-સ્ટાર પતિ અજય દેવગણ સાથે કામ કર્યું હતું.

કાજોલે કહ્યું હતું કે ક્રિસમસને લઈને ખાસ્સી ઉત્સાહિત છે. મુંબઈમાં ક્રિસમસની તૈયારીઓ થઈ રહી હશે અને તમે બધા તમારા ઘરે હશો. મને ક્રિસમસ ગમે છે. મને કિસમસમાં ગિફ્ટની આપ-લે ગમે છે, એમ કાજોલે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular