Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકાઃ પ્રમુખપદની ચૂંટણીના સર્વેમાં ટ્રમ્પ પર બાઈડનની સરસાઈ

અમેરિકાઃ પ્રમુખપદની ચૂંટણીના સર્વેમાં ટ્રમ્પ પર બાઈડનની સરસાઈ

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (રિપબ્લિકન પાર્ટી) કરતાં રાષ્ટ્રવ્યાપી 12-પોઇન્ટની લીડ ધરાવે છે, એવું એક નવા સર્વેમાં માલૂમ પડ્યું છે. પ્રમુખપદની ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની છે. CNN દ્વારા હાથ ધરવામાં આવેલા આ જનમતમાં માલૂમ પડ્યું છે કે બાઈડનને હાલમાં 54 ટકા રજિસ્ટર્ડ મતદાતાઓનું સમર્થન છે, જ્યારે 42 ટકાએ પ્રમુખ ટ્રમ્પને સમર્થન આપ્યું છે, એમ હિલ ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું હતું.

દરમ્યાન માત્ર ચાર ટકાએ કહ્યું હતું કે તેઓ કોઈ પણ અન્ય ઉમેદવારને તેમનો મત આપશે, બને દાવેદારોમાંથી કોઈને પણ મત આપશે અથવા તેમની આ માટે કોઈ નિશ્ચિત પસંદગી નથી. ભૂતપૂર્વ ઉપપ્રમુખ બાઈડન ગયા વર્ષથી દર વખતે CNN પોલમાં પ્રમુખ પર લીડ ધરાવતા રહ્યા છે.

મોટા ભાગનાં સર્વેક્ષણોએ બાઈડનની સરસાઈના અંદાજો લગાવ્યા છે. રિયલક્લિયર પોલિટિક્સ પોલિંગ એવરેજમાં ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હાલ ટ્રમ્પ સામે 51.1 ટકાથી 43.6 ટકાની લીડ ધરાવે છે.

23 ઓક્ટોબરે ક્વિનિપિયાક યુનિવર્સિટીના પોલ નેશનલમાં બાઈડન 10 પોઇન્ટનો એડવાન્ટેજ ધરાવતા હતા, જ્યારે 21 ઓક્ટોબરના રોઇટર્સ-ઇપ્સોપ્સના ઓપિનિયન પોલમાં મતદાતાઓએ બાઈડનને 49 ટકા સપોર્ટ કર્યો હતો, જ્યારે 45 મતદાતાઓએ ટ્રમ્પને ટેકો આપ્યો હતો, એમ ધ હિલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular