Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalUNમાં કાયમી સભ્યપદ માટે ભારતે ક્યાં સુધી રાહ જોવાની?: નરેન્દ્ર મોદી

UNમાં કાયમી સભ્યપદ માટે ભારતે ક્યાં સુધી રાહ જોવાની?: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સની 75મા સેશનની જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યું હતું. તેમણે UNની 75મી વર્ષગાંઠ પર બધા દેશોને શુભકામનાઓ આપી હતી. અમને ગર્વ છે કે ભારત એના સંસ્થાપક સભ્યોમાં સામેલ હતું. આજે આપણી સામે અનેક પડકારો છે. UNની પ્રતિક્રિયાઓમાં બદલાવ, વ્યવસ્થાઓમાં બદલાવ અને સ્વરૂપમાં બદલાવ આજે સમયની માગ છે. 130 કરોડ લોકોની ભાવનાઓને દર્શાવવા હું આવ્યો છું, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આતંકવાદે અમારી સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે. આતંકવાદમાં કેટલાય લોકોએ જીવનભરની મૂડી ગુમાવી છે. તેમણે UNમાં મોટા પરિવર્તનો કરવા માટે ભાર મૂક્યો હતો.

તેમણે નીચેની વાત કહી હતી

  • આજે વિશ્વ સમુદાયની સામે બહુ મોટો સવાલ છે, જે સંસ્થાનું ગઠન ત્યારની પરિસ્થિતિઓમાં થયું હતું, એનું સ્વરૂપ શું આજે પ્રાસંગિક છે?
  • જો આપણે 75 વર્ષોમાં UNની ઉપલબ્ધિઓનું મૂલ્યાંકન કરીઓ તો એની સફળતા દેખાય છે. અનેક ઉદાહરણ પણ છે, જે UNની સામે ગંભીર આત્મમંથનની જરૂર પડે છે.
  • ભારતનો અવાજ માનવતા, માનવ જાતિ અને માનવીય મૂલ્યોના દુશ્મન- આતંકવાદ, ગેરકાયદે હથિયારોની દાણચોરી, ડ્રગ્સ, મની લોન્ડરિંગની સામે ઊઠશે.
  • ભારતે આ મુશ્કેલ સમયમાં ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના 150થી વધુ દેશોમાં જરૂરી દવાઓ મોકલી.
  • જે લાખો બાળકોએ વિશ્વ પર છવાઈ જવાનું હતું, તેઓ વિશ્વ છોડીને ચાલી ગયાં છે. આતંકવાદ સામે UNના પ્રયાસ પૂરતા છે?
  • તેમણે કહ્યું હતું કે ગયાં 75 વર્ષોમાં યુનાઇટેડ નેશન્સની ઉપલબ્ધિઓનું મૂલ્યાંકન કરે.
  • ભારતના લોકો UNના સુધારાઓને લઈને જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, એને પૂરી થવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
  • ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે, જ્યાં વિશ્વની 18 ટકાથી વધુ વસતિ છે. એક એવો દેશ, જ્યાં સેંકડો ભાષાઓ અને સેંકડો બોલીઓ છે અને અનેક પંથ છે અને અનેક વિચારધારાઓ છે.
  • જે દેશે વૈશ્વિક અર્થતંત્રોનું નેતૃત્વ કરવા અને વર્ષોની ગુલામી સહન કરી- બંનેને જીવ્યા છે, એ દેશે ક્યાં સુધી સ્થાયી સભ્ય માટે રાહ જોવી પડશે.
  • ભારત વિશ્વને એક પરિવાર માને છે. આ અમારી સંસ્કૃતિ, સંસ્કાર અને વિચારોનો હિસ્સો છે. UNમાં ભારતે હંમેશાં વિશ્વ કલ્યાણની પ્રાથમિકતા આપી છે.
  • ભારત જ્યારે કોઈ દેશ સામે મિત્રતાનો હાથ લંબાવે છે, ત્યારે તે ત્રીજા દેશની સામે નથી હોતી, પણ વિકાસની ભાગીદારી કરવા હાથ લંબાવે છે.
  • સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયામાં બદલાવ, સ્વરૂપમાં બદલાવ –આજે સમયની માગ છે.
  • પાછલા 8-9 વર્ષોથી વિશ્વ કોરોના વૈશ્વિક રોગચાળાની ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળા સામે લડવાના પ્રયાસોમાં યુનાઇટેડ નેશન્સ રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોન્સ ક્યાં છે.
  • આજે વિશ્વ અલગ દોરથી પસાર થઈ રહ્યું છે, આજે ગંભીર મંથન આત્મમંથનની જરૂરત છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular