Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalકંગનાની ફ્લાઇટમાં હંગામો થતાં DGCAએ લાલઘૂમ

કંગનાની ફ્લાઇટમાં હંગામો થતાં DGCAએ લાલઘૂમ

નવી દિલ્હીઃ ઇન્ડિગોની ફ્લાઇટમાં ચંડીગઢથી મુંબઈ આવી રહેલી બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતની ફોટોગ્રાફી માટે મિડિયા કર્મચારીઓની વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. કોરોના પ્રોટોકોલ તથા સુરક્ષા નિયમોનું પાલન નહીં થવાથી નારાજ વિમાન નિયામક DGCAએ આ મુદ્દે ચેતવણી ઉચ્ચારી હતી. DGCAએ એરલાઇન્સ કંપનીઓને કહ્યું હતું કે જો સરકારી નિયમોની સામે એરક્રાફ્ટમાં કોઈ પણ ફોટો લેતાં માલૂમ પડશે તો બે સપ્તાહ સુધી એ રૂટ પર ફ્લાઇટના ઓપરેટિંગને રદ કરી દેવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને નિવેદનમાં એરલાઇન કંપનીઓને યાદ અપાવ્યું હતું કે એરક્રાફ્ટ રૂલ્સ 1937ના નિયમ હેઠળ જે ફોટોગ્રાફીથી જોડાયેલો છે, કોઈ પણ વ્યક્તિ ફ્લાઇટમાં ફોટો નહીં લે.

DGCAએ ભાર દઈને કહ્યું હતું કે વારંવાર જોવા મળ્યું છે કે જો પ્રયાસોમાં ઊણપને કારણે એરલાઇન્સ આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. DGCAએ એરલાઇન્સને સખત ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે આ પ્રકારનું ઉલ્લંઘન થશે તો જવાબદાર લોકો સામે જરૂરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલાં DGCAએ ઇન્ડિગોને ચંડીગઢ-મુંબઈની ફ્લાઇટમાં મિડિયા કર્મચારીઓ દ્વારા સુરક્ષા અને સામાજિક અંતરના નિયમોના ઉલ્લંઘન માટે એક રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો હતો. આ ઘટના એ વખતે બની હતી કે જ્યારે કંગના રણોતે યાત્રા કરી હતી.  DGCAના એક અધિકારીએ આ માહિતી આપી હતી કે અમે કેટલાક વિડિયો જોયા છે, જેમાં મિડિયા કર્મચારીઓ 6E264 ફ્લાઇટમાં એકબીજાની નજીક ઊભા છે.

ઇન્ડિગોએ આ મામલે નિવેદન આપ્યું છે કે અમે નવ સપ્ટેમ્બરે ચંડીગઢથી મુંબઈ માટે 6E264 ફ્લાઇટ સંબંધિત મામલે DGCAને નિવેદન આપ્યું હતું . એરલાઇન્સે કહ્યું હતું કે અમે ફરીથી કહીએ છીએ કે અમારા પાઇલટની સાથે ચાલક દળના સભ્યોનો ફોટો ખેંચવા પર પ્રતિબંધ છે. સામાજિક અંતરનું પાલન કરવા અને સુરક્ષા જાળવી રાખવા માટે ઘોષણા કરવા સમયે બધા જરૂરી નિયમોનું પાલન કર્યું હતું. ઇન્ડિગોએ ઉડાન ભર્યા પછી આ મામલે રેકોર્ડ તૈયાર કરવા માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું હતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular