Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં પાંચ અઠવાડિયામાં 40 ઈંચ વરસાદ પડ્યો

મુંબઈમાં પાંચ અઠવાડિયામાં 40 ઈંચ વરસાદ પડ્યો

મુંબઈઃ મહાનગરમાં ગયા સપ્તાહાંતમાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જોકે બે દિવસથી એનું જોર નરમ પડી ગયું છે. પરંતુ એની પહેલાં પાંચ અઠવાડિયામાં મુંબઈમાં 1 હજાર મિલીમીટર વરસાદ ખાબક્યો હતો.

મુંબઈમાં ચોમાસાની ઋતુમાં મોટા ભાગનો વરસાદ જૂન અને જુલાઈ મહિનાઓમાં પડતો હોય છે. આ વખતે પણ એ ક્વોટા મોટે ભાગે પૂરો થયો છે. તળ મુંબઈ અને ઉપનગરોમાં અત્યાર સુધીમાં ખાસ્સો એવો વરસાદ પડી ચૂક્યો છે.

દક્ષિણ મુંબઈસ્થિત કોલાબા વિસ્તારમાં આવેલી ભારતીય હવામાન વિભાગ તરફથી જણાવાયું છે કે અત્યાર સુધીમાં 1005.2 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જૂન મહિનામાં 524 મિ.મી. વરસાદ પડ્યો હતો અને જુલાઈમાં અત્યાર સુધીમાં 480 મિ.મી. વરસાદ થઈ ચૂક્યો છે. મહિનાના પહેલા 8 દિવસમાં જ 67 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

આ વખતના જુલાઈ મહિનામાં સરેરાશ 711 મિ.મી. વરસાદ પડવાનું અનુમાન છે.

ઉપનગરોમાં હવામાન વિભાગની ઓફિસ સાંતાક્રૂઝમાં આવી છે. તેણે અત્યાર સુધીમાં 1002. મિ.મી. વરસાદ પડ્યાની નોંધ કરી છે. આ વરસાદ 1 જૂનથી 8 જુલાઈ સુધીમાં પડ્યો હોવાનું તેણે નોંધ્યું છે.

મુંબઈમાં છેલ્લા બે દિવસથી સૂર્યનારાયણના દર્શન થાય છે. જોકે દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular