Monday, July 7, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈનું શેરદીઠ રૂ. 17નું ફાઈનલ ડિવિડંડ

બીએસઈનું શેરદીઠ રૂ. 17નું ફાઈનલ ડિવિડંડ

મુંબઈ તા.22 મે, 2020ઃ એશિયાના સૌથી જૂના અને હવે વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ નાણાકીય વર્ષ 2019-20 માટે તેના રૂ.2ની મૂળ કિંમતના શેરદીઠ રૂ.17ના અંતિમ ડિવિડંડની ભલામણ કરી છે. બીએસઈએ તેની 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કામગીરી જાહેર કરી છે, જે મુજબ ક્વાર્ટરના અંતે ચોખ્ખો નફો (નોન-રિકરિંગ અને અસામાન્ય આઈટેમ્સ સિવાય) આગલા ત્રિમાસિક ગાળાના રૂ.10.54 કરોડથી 92 ટકા વધીને રૂ.20.24 કરોડ થયો છે.

કોન્સોલિડેટેડ કુલ આવક આગલા ત્રિમાસિક ગાળા (ક્યુ-3)ના રૂ.148.66 કરોડથી પાંચ ટકા વધીને રૂ.155.79 કરોડ થઈ છે. જોકે આ ગાળા દરમિયાન કામકાજની કોન્સોલિડેટેડ આવક આગલા ત્રિમાસિક ગાળાના 109.92 કરોડથી નવ ટકા વધીને 119.56 કરોડ અને સ્ટેન્ડ એલોન આવક આગલા ત્રિમાસિક ગાળાની તુલનાએ 7 ટકા વધીને રૂ.99.53 કરોડ થઈ છે.

ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરતાં બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “ બીએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા આઈએનએક્સમાં રૂપી બેઝ્ડ કરન્સી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરાયાને પગલે ઈન્ડિયા આઈએનએક્સમાં મુખ્ય કરન્સીઝના ટ્રેડિંગનો સંપૂર્ણ બુકે ઉપલબ્ધ થયો છે. ઈન્ડિયા આઈએનએક્સના પ્રારંભથી અત્યાર સુધીમાં 822 અબજ યુએસ ડોલરનું ટ્રેડિંગ થયું છે એ જોતાં આગામી સમયમાં ઘણા સહભાગીઓ આઈએફએસસી પ્રતિ આકર્ષાશે અને ઈન્ડિયા આઈએનએક્સ વિશ્વ ભરના ખેલાડીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું પસંદગીનું કેન્દ્ર બની રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular