Sunday, July 20, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા વધારાઈઃ સરકારનો દાવો

ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા વધારાઈઃ સરકારનો દાવો

ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દ્વારા દાવો કરાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસના ટેસ્ટીંગની વ્યવસ્થા ધીમે ધીમે ગુજરાતમાં વધી રહી છે. દરરોજના સો જેટલા ટેસ્ટ કરાતા હતા.

પાંચમી એપ્રિલ પછી 400 જેટલા ટેસ્ટ કરાતા હતા. પછી 1500 જેટલા ટેસ્ટ કર્યા. તમામ જિલ્લામાં 100 કેસ કરીએ તેવો નિર્ણય લેવાયો હતો. ૧૮મીએ 2664 અને એ પછી 3000 સુધીના ટેસ્ટ ગુજરાત દ્વારા કરાયા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મેડિકલ રીતે નિયમિત ચેક કરવામાં આવે છે અને તેમની તબિયત ખૂબ સારી છે.

લૅબની કેપીસીટિ 3000 સુધીની છે. તેમાં વધારો થવા માંડ્યો છે. એ જ દિવસે રિપોર્ટનું રિઝલ્ટ મળે એ પ્રકારની પદ્ધતિ હવે અપનાવવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી આપણે ત્રણ હજાર સુધીની કેપેસિટી પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. નવા સેમ્પલ તો આપણે ટેસ્ટ કરીએ છીએ, પણ જે હોસ્પિટલોમાં દાખલ છે તેઓના પણ ટેસ્ટ કરવાના શરૂ કર્યા છે. રાજ્યમાં 15 સેન્ટરોમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચાર ખાનગી લેબ પણ ઉપલબ્ધ છે. ગાંધીનગર કોલેજમાં પણ ટેસ્ટીગની મંજૂરી મળી ગઈ છે.

90 ટકા પોઝિટિવ કેસો હોટસ્પોટ વિસ્તારોમાંથી જ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગનો દાવો છે. તેમણે કહ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં આયુર્વેદિક દવાઓ અને ઉકાળા આપવામાં આવશે. ગુજરાતની તમામ કોલેજોની લેબો માટે ટેસ્ટીંગની મંજૂરી માગવામાં આવી છે પણ હજુ સુધી ટેસ્ટીંગની મંજૂરી મળી નથી. રેપિટ એન્ટી બોડી કીટ ઉપયોગ ટેસ્ટ માટે એક જ વાર કરી શકાય છે. પાટણમાં આઠમી તારીખની આસપાસ કેસ કરવામાં આવ્યો હતો. બે વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા હતા. એટલે તઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પણ પછી બીજી વાર ટેટસ કરતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. આવા બહુ ઓછા આ પ્રકારના કેસ થતા હોય છે. ઘણીવાર બોડીમાં ડેડ વાયરસ હોય તો પણ પોઝિટિવ આવી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular