Saturday, July 12, 2025
Google search engine
HomeNewsNationalઆ શાહરુખ તો મોડલિંગનો શોખીન નીકળ્યો...

આ શાહરુખ તો મોડલિંગનો શોખીન નીકળ્યો…

નવી દિલ્હીઃ દિલ્હીનાં તોફાનો દરમ્યાન પોલીસના લમણે પિસ્તોલ મૂકનાર શાહરુખની ધરપકડ થઈ છે. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે શાહરુખને મોડલિંગનો શોખ છે અને તે ટિક ટોક વિડિયો બનાવે છે. તેણે મુંગેરમાં બનેલી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. એડિશનલ સીપી, ક્રાઇમ બ્રાંચના અજિતકુમાર શિંગલાએ જણાવ્યું હતું કે તેણે ત્રણ ગોળીઓ ચલાવી હતી. તેની પાસેથી પાંચ ગોળી મળી આવી હતી. તેની પાસે સેમી ઓટોમેટિક પિસ્તોલ છે, 6.75 બોરની છે. તેને જિમનો શોખ છે.

શાહરુખે BA ના બીજા વર્ષ સુધી તેણે અભ્યાસ કર્યો છે. તેણે મ્યુઝિક વિડિયો પણ બનાવી રાખ્યો છે. તે દિલ્હીથી ભાગ્યા પછી જલંધર ગયો હતો.ત્યાંથી તે બરેલી અને પછી શામલી આવ્યો હતો. તે ત્યાં એક મિત્રને ત્યાં રહેતો હતો. શામલી બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે એને પકડ્યો હતો. શામલીમાં લોકેશન શોધાશે, એ પછી જેમણે તેની મદદ કરી છે, તેમની પણ ધરપકડ કરાશે.

પોલીસને તેની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે એકલો જ પ્રોટેસ્ટમાં આવ્યો હતો. હજી એને કોર્ટમાં રજૂ કરવાનો છે. એ પછી તેની વધુ તપાસ કરાશે. તેણે ભાગવા માટે એસ્ટીમ ગાડીનો ઉપયોગ કર્યો હતો. તાહિરની સાથે કનેક્શન મામલે પણ તેની પૂછપરછ કરાશે. તેની સામે ભારતીય દંડ સંહિતાની  કલમ 186, 353, 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૌથી પહેલાં ઘટના પછી તે કોનોટ પેલેસના એક પાર્કિંગમાં સૂતો હતો. તેનો કોઈ ગુનાઇત રેકોર્ડ નથી, પણ તેના પિતા નાર્કોટિક્સના એક કેસમાં આરોપી છે.

દિલ્હીના જાફરાબાદમાં હિંસા મામલે મોહમ્મદ શાહરુખની પોલીસે ધરપકડ કરી છે. શાહરુખે તોફાનો દરમ્યાન દિલ્હીના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાણી હતી અને આઠ રાઉન્ડ ફાયરિંગ કરી હતી. દીપક પર પિસ્તોલ તાણ્યા બાદ અને ફાયરિંગ કર્યાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો. વિડિયો વાઇરલ થતાં તે પોતાના પરિવાર સાથે ભાગી ગયો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular