Thursday, July 17, 2025
Google search engine
HomeNewsNationalહવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા કરશે આ મોબાઈલ એપ

હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા કરશે આ મોબાઈલ એપ

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઘણીવાર ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલાઓને રોમિયો પરેશાન કરતા હોય છે તો ક્યારેક ચોરી અને લૂંટના પણ બનાવો બને છે. આથી મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે રેલવે પોલીસ દ્વારા સુરક્ષિત સફર નામની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.29 ફેબુ્રઆરીના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે આ એપ્લીકેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થશે.

સિનિયર સિટીઝનો માટે ખાસ તેમાં ટ્રેક માય રૂટની સુવિધા આપવામાં આવી છે. સિનિયર સિટીઝન જ્યારે એકલા ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે ટ્રેક માય રૂટ પર તેમની માહિતી આપશે એટલે પોલીસ સતત સિનિયર સિટીઝનોનું ધ્યાન રાખશે. એક બટન દબાવશે એટલે તરત પોલીસ તેમની મદદ કરશે.

સુરક્ષિત સફર એપ દ્વારા મુસાફરોને 24 કલાક મદદ મળી રહે તે માટે ત્રણ એડમિન પેનલ બનાવવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ અને વડોદરા જિલ્લા કન્ટ્રોલ ખાતે તથા એક એડમિન પેનલ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રેલ્વેઝ કન્ટ્રોલ ખાતે કાર્યરત રહેશે. આ પોલીસ કર્મીઓ 24 કલાક આ એપ્લિકેશનનું મોનિટરિંગ કરશે અને મુસાફરોની ફરીયાદ સમયે ટ્રેન પેટ્રોલિંગના માણસોને સુચના આપશે. તેની સાથે સાથે ફરીયાદ કરનાર મુસાફરનો સંપર્ક કરી તેની ફરીયાદ બાબતે ફીડબેક પણ લેશે.આ એપ દ્વારા મુસાફરો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવશે અને તે બાબતે જરૂરી અમલ પણ કરવામાં આવશે.

રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓની ફરજો અને કામગીરી તેમજ મુસાફરોની ફરીયાદો બાબતે થયેલી કાર્યવાહી બાબતે સીધું જ સુપરવિઝન રાખવામાં આવશે.

આ પ્રકારની જ સુરક્ષિત સફર(પોલીસ માટે) એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકશેનની મદદથી પોલીસ કમર્ચારીઓની ટ્રેન પ્રેટ્રોલિંગ અસરકારક રીતે થઈ શકશે. જેમાં પોલીસ અધિકારીઓ કૂલીઝ, હોકર્સ, કોચ એટેન્ડન્ટ્સ તથા અન્ય કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરશે અને તેની માહિતી પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે. જેનાથી કોચમાં અનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર અંકુશ લાવી શકાશે.

રેલવેમાં ગુનાઓ આચરતા ગુનેગારોના ફોટો સાથેની માહિતી રેલવે મુસાફરોની સલામતીમાં તૈનાત પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular