Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હીઃ મેલાનિયાએ ‘હેપીનેસ ક્લાસ’ની મુલાકાત લીધી

દિલ્હીઃ મેલાનિયાએ ‘હેપીનેસ ક્લાસ’ની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં. મેલાનિયા ટ્રમ્પ સ્કૂલના દરવાજા પાસે ખુશ (હેપ્પી) થઈ ગયાં, જ્યારે એક નાના બાળકે તેમના માથા પર તિલક લગાવ્યું અને આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. માથે તિલક લગાવ્યા બાદ મેલેનિયા ચહેરાના ખુશી છલકતી હતી. મેલેનિયા ટ્રમ્પ આરકે પુરમ સ્થિત સર્વોદય સહશિક્ષણ વરિષ્ઠ માધ્યમિક સ્કૂલમાં ‘હેપીનેસ ક્લાસ’ જોવા પહોંચ્યાં હતાં.

દિલ્હીની સર્વોદય કો-એડ સિનિયર સેકેન્ડરી સ્કૂલે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના સ્વાગતની પહેલેથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, કેમ કે તેમની હેપીનેસ ક્લાસની મુલાકાત પહેલેથી આયોજિત હતી.

મેલનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત વિશે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી હતી. કેજરીવાલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે આજે અમારી સ્કૂલમાં હેપીનેસ ક્લાસમાં તેઓ ભાગ લેશે. અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીવાસીઓ માટે સારો દિવસ.સૈકાઓથી ભારત વિશ્વને આધ્યાત્મિકતા શીખવાડી છે. મને ખુશી છે કે તેઓ અમારી સ્કૂલમાંથી ખુશીનો સંદેશ પાછો લેશે. તેમના માટે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી.તેમણે આ સ્કૂલમાં કેજરીવાલ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હેપીનેસ ક્લાસ  વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવી હતી. દિલ્હી સરકારની સ્કૂલોમાં આશરે દોઢ વર્ષ પહેલાં હેપીનેસ કરિકુલમ શરૂ કરવામાં આવ્યો હતો.

શું છે ‘હેપીનેસ ક્લાસ’

દિલ્હીની સરકારી સ્કૂલોમાં ચાલતા હેપ્પીનેસ ક્લાસ 45 મિનિટના હોય છે. સ્કૂલના દિવસોમાં એ દરરોજ હોય છે. આમાં નર્સરીથી માંડીને ધોરણ આઠમા સુધીનાં બાળકો સામેલ હોય છે. બાળકોને સૌથી પહેલાં ધ્યાન કરાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પૂજા નથી કરવામાં આવતી, માત્ર પોતાના શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપવામા આવે છે. પોતાના મન પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. પોતાના વિચારો પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. આ ભારતની બહુ જૂની સંસ્કૃતિ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular