Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNational21 ફેબ્રુઆરીએ જ કેમ મનાવાય છે વિશ્વ માતૃભાષા દિવસ?

21 ફેબ્રુઆરીએ જ કેમ મનાવાય છે વિશ્વ માતૃભાષા દિવસ?

નવી દિલ્હીઃ વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.  આ વખતની થીમ ‘સ્વદેશી ભાષાઓ’ વિકાસ, શાંતિ નિર્માણ અને સમાધાન માટે મહત્વપૂર્ણ છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ એને મનાવવામાં આવે છે. એમએચઆરડી 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરશએ. યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ (વાંચવા, લખવા અને બોલવા) માટે થતો હોવાનું જણાવ્યું છે.21 ફેબ્રુઆરી જ કેમ પસંદ કરાઈ?

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 212 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી, પણ વિરોધ અટક્યો નહીં, પણ વધુ ઉગ્ર બન્યો, જેથી છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા  દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.

હિન્દી વિશ્વની ત્રીજી સૌથી બોલાતી ભાષા

વર્લ્ડ લેન્ગવેજ  ડેટાબેઝના 22મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે.

વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે. 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી છે. 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિળ ભાષા આવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular