Friday, December 19, 2025
Google search engine
HomeChitralekha Eventઆજે મુંબઈમાં 'ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦'નો ઈનામ વિતરણ સમારોહ

આજે મુંબઈમાં ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ઈનામ વિતરણ સમારોહ

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ઈનામ વિતરણ સમારંભ આજે અંધેરી (વેસ્ટ) સ્થિત ભવન્સ કૅમ્પસના સરદાર પટેલ સભાગૃહમાં સાંજે યોજવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે ૬:૩૦ વાગ્યાથી યોજાશે, જે એક મનોરંજક કાર્યક્રમ ‘જશન ને જલસો’ હશે. ગુજરાતી રંગભૂમિનાં ગીત-નૃત્ય, સંગીત-એકોક્તિ તથા દુહા-છંદની રસલહાણી વચ્ચે વિજેતાઓને પારિતોષિકોથી પોંખવામાં આવશે.

૧૪મા વર્ષમાં પ્રવેશેલી આ સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ ૩-૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ વચ્ચે તળ મુંબઈના ભવન-ચોપાટી ખાતે કદરદાન પ્રેક્ષકોની ટોળાબંધ હાજરી વચ્ચે પાર પડ્યો હતો.

સ્પર્ધામાં ૨૦ નાટક ભાવનગર-સુરત ખાતે પ્રથમ રાઉન્ડમાં ભજવાયાં હતાં. એમાં ખરાં ઊતરેલાં ૧૦ નાટકના કલાકારકસબીઓને મુંબઈની ફાઈનલમાં કળા દર્શાવવાની તક મળી હતી.

બુધવાર ૨૨ જાન્યુઆરીએ સાંજે ભવન્સ કેમ્પસના સરદાર પટેલ સભાગૃહમાં યોજાનારા ભવ્ય પારિતોષિક વિતરણ સમારંભમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કલાકાર-કસબી જેવી વિવિધ કેટેગરીઓમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.

નિર્ણાયકોએ અંતિમ સ્પર્ધાના આખરી નાટકના મંચન પછી એવૉર્ડ્સ માટે નીચે મુજબ નામાંકનો જાહેર કર્યા હતા.

નિર્ણાયકો (ડાબેથી જમણે) પ્રવીણ સોલંકી, લતેશ શાહ અને રોબિન ભટ્ટ

શ્રેષ્ઠ નાટકની શ્રેણીમાં નામાંકન પામેલા નાટકો અને એમની સંસ્થાનાં નામ આ મુજબ છેઃ

(1) શુભ મંગલ સાવધાન – ઍક્યૂરેટ પ્રોડક્શન (વડોદરા)

(2) મીંડી કોટ – જયઘોષ થિયેટર (નવસારી)

(3) તું અને હું – અલ્ટીમા ઈવેન્ટ્સ (મુંબઈ)

(4) અંત વગરની વાત – માનસી શાહ (અમદાવાદ)

(5) નિમિત્ત કમ બેક સુન – થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ (સુરત)

(6) કુમારની અગાશી – સિલ્યૂટ થિયેટર (સુરત)

(7) અહમનું એન્કાઉન્ટર – ઉદય આર્ટ (નવસારી)

શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)

(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)

(3) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(4) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

(5) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) કુરુષ જાગીરદાર (રાહુલ-સચીન, મીંડી કોટ)

(2) રાજુલ દીવાન (શિશિર, તું અને હું)

(3) હિમાંશુ વૈદ્ય (ગિરજાશંકર દવે, અહમનું એન્કાઉન્ટર)

(4) વિશાલ ચૌહાણ (સંવાદ-શ્યામ, અંત વગરની વાત)

(5) પલાશ આઠવલે (કુમાર, કુમારની અગાશી)

(6) સ્વપ્નીલ પાઠક (નિમિત્ત, નિમિત્ત કમ બૅક સૂન)

શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રૂબી ઠક્કર (શુભા, શુભ મંગલ સાવધાન)

(2) જૈની શાહ (પ્રેરણા-કનક, અંત વગરની વાત)

(3) મેઘા સિયારામ (નીશા, કુમારની અગાશી)

(4) શિલ્પી લુહાર (રૂકસાના-આરતી, અહમનું એન્કાઉન્ટર)

(5) ડૉ. મેઘા પંડ્યા – (તૃષા-જિયા, વિસ્ફોટ ૨.૦)

શ્રેષ્ઠ સહ-અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રવિ બારોટ (રોમી, શુભ મંગલ સાવધાન)

(2) પાર્થ રાવલ (વિરેન-મોહરૂ, વિસ્ફોટ ૨.૦)

(3) હનીફ મીર (માલવનું મન, પ્રેમની તા… તા… થૈયા)

(4) નીરજ ચિનાઈ (શાસ્ત્રી-બોસ, નિમિત્ત કમ બૅક સૂન)

(5) નીરવ પરમાર (વૈભવ, અંત વગરની વાત)

શ્રેષ્ઠ સહ-અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) પૂર્વી ભટ્ટ (સેમી, શુભ મંગલ સાવધાન)

(2) શિવાની ચાહવાલા (મીરાં, મીંડી કોટ)

(3) માધવી શાનભાગ, (યુવાન શૈલજા, તું અને હું)

(4) સુહાની જાગીરદાર (અભિલાષા, કુમારની અગાશી)

(5) પૂનમ મેવાડા (નીશાનું મન, પ્રેમની તા… તા… થૈયા).

શ્રેષ્ઠ વેશભૂષાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) માનસી શાહ (અંત વગરની વાત)

(3) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

શ્રેષ્ઠ યુવા કલાકાર શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) સૌમ્ય પંડ્યા (સૂત્રધાર-નાનો તિમિર, વિસ્ફોટ ૨.૦)

(2) અમિતા ગોહિલ (સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ, વિસ્ફોટ ૨.૦)

(3) જીત સોલંકી (મેડી પટેલ, શુભ મંગલ સાવધાન)

શ્રેષ્ઠ મૌલિક નાટક શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) ભાર્ગવ ત્રિવેદી (અંત વગરની વાત)

(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)

શ્રેષ્ઠ કળાનિર્દેશન શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(3) ચેતન કણિયા (કુમારની અગાશી)

શ્રેષ્ઠ પ્રકાશ રચના શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) મિતુલ લુહાર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(3) ખેગન નાયક/સંતોષ જતકર (અહમનું એન્કાઉન્ટર)

(4) મિતુલ લુહાર-દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

શ્રેષ્ઠ સંગીત શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

(2) સિદ્ધરાજ પરમાર (શુભ મંગલ સાવધાન)

(3) જિમી દેસાઈ (નિમિત્ત કમ બેક સૂન)

નાટક ‘શુભ મંગલ સાવધાન’નું એક દ્રશ્ય
નાટક ‘નિમિત્ત કમ બેક સુન’નું એક દ્રશ્ય
નાટક ‘અહમનું એન્કાઉન્ટર’નું એક દ્રશ્ય

(તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા અને દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular