વિનોદ ભટ્ટને ‘ચિત્રલેખા’ તરફથી મરણોત્તર અપાશે ‘વજુકોટક સુવર્ણચંદ્રક’

લોકલાડીલા હાસ્યલેખક, હાસ્યરસના ઊંડા અભ્યાસુ અને ‘ચિત્રલેખા’ મેગેઝિનના કટારલેખક સ્વ. વિનોદ ભટ્ટને ‘ચિત્રલેખા’ તરફથી વર્ષ ૨૦૧૮ માટેનો પ્રતિષ્ઠિત ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ (મરણોત્તર) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ અગાઉ હરકિસન મહેતા, વિજયગુપ્ત મૌર્ય, વાસુદેવ મહેતા, તારક મહેતા, કાન્તિ ભટ્ટ, સુરેશ દલાલ અને નગીનદાસ સંઘવીને આપવામાં આવ્યો હતો.

વિનોદ ભટ્ટને આ વર્ષનો ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ એનાયત કરવાના નિર્ણયની જાણ એમના નિધનના બે અઠવાડિયા પહેલાં એમના નિવાસસ્થાને પરિવારજનોની હાજરીમાં કરવામાં આવી હતી. એ જાણીને એમણે આનંદ વ્યક્ત કર્યો હતો. કમનસીબે, એમને આ એવોર્ડ એનાયત કરવામાં આવે એ પહેલાં જ વિનોદભાઈએ આ દુનિયામાંથી કાયમ માટે વિદાય લઈ લીધી.

એવોર્ડ વિશેની વિગત જાણવા માટે ‘ચિત્રલેખા’ના આગામી અંક જોતા રહેશો.