‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં 11 માર્ચ, રવિવારે અંધેરીસ્થિત ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ ‘બજેટ બાદ બજારની અફરાતફરીમાં કઈ રીતે કરશો મૂડીરોકાણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર એજ્યુકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવે ‘મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ રોકાણ માટે કઈ રીતે શ્રેષ્ઠ?’ વિષય પર શ્રોતાઓ, ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપ્યું. તો ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના વેસ્ટર્ન ઝોન હેડ મનીષ ઠક્કરે મ્યુચ્યુઅલ ફંડના માર્ગે સંપત્તિ સર્જન કઈ રીતે? વિષય પર શ્રોતાઓ, ઈન્વેસ્ટરો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ફાઈનાન્સિયલ પ્લાનિંગ શા માટે અને કઈ રીતે? વિષય પર શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું. જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ ‘હવે શું લાગે છે બજારનું?’ વિષય પોતાનાં વિચારો રજૂ કર્યા હતા. પરિસંવાદની આખરમાં સવાલ-જવાબ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આર્થિક નિષ્ણાતોએ શ્રોતાઓ, ઈન્વેસ્ટરોને મૂંઝવતા પ્રશ્નોનાં ઉત્તર આપી એમની સમસ્યા-શંકાનું નિવારણ કરવાના પ્રયાસો કર્યા હતા. કાર્યક્રમનું સચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું. (તસવીરોઃ ભરત ઘેલાણી)