જામનગરમાં ‘ચિત્રલેખા’ યોજિત મ્યુચ્યુઅલ ફંડ સેમિનારમાં નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

જામનગર – અત્રેની કલાતીત ઈન્ટરનેશનલ હોટેલ ખાતે આજે ‘ચિત્રલેખા’, ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ દ્વારા આયોજિત પરિસંવાદમાં ઈન્વેસ્ટરોએ આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન હતું.

પરિસંવાદનો વિષય હતોઃ ‘આર્થિક મંદીના કપરા સમયમાં રોકાણનું આયોજન કઈ રીતે કરવું?’

કાર્યક્રમમાં ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ફાઈનાન્સિયલ પ્લાનિંગ કઈ રીતે કરશો? વિશે શ્રોતાઓ-ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપ્યું હતું.

પરિસંવાદનું સંચાલન ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ તંત્રી ભરત ઘેલાણીએ નિષ્ણાત-વક્તાઓ, ઈન્વેસ્ટરોનું સ્વાગત કર્યું હતું.

સેમિનાર પછી બચત-રોકાણની વાત કરીને ઈન્વેસ્ટરો, શ્રોતાઓને જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સ્મિત પંડ્યાએ એમની આગવી શૈલીમાં રમૂજ પીરસીને ખડખડાટ હસાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]