Home Video Page 9

Video

18 ડિસેમ્બરે મતદારોનો મિજાજ જાણવા મળશે, જુઓ વિડિયો…

0

અમદાવાદ– ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બન્ને તબક્કામાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ થયું છે. બે-ત્રણ વિસ્તારમાં છુટીછવાયી જુથ અથડામણની ઘટના ઘટી હતી, પણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતીને કાબુમાં લીધી હતી. બીજા તબક્કામાં 65 ટકાથી વધુનું મતદાન થયું છે. દિવસ દરમિયાન મતદાર રાજા રહ્યો છે. મતદાતાઓએ શુ મિજાજ દર્શાવ્યો છે, તે તો 18 ડિસેમ્બરે ઈવીએમ ખુલશે પછી જ ખબર પડશે. આખા દિવસ દરમિયાનના મતદાનનો ચિતાર આપી રહ્યા છે chitralekha.com ના રીપોર્ટર હાર્દિક વ્યાસ… વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ

httpss://youtu.be/Ez-DEDB1gfw

 

Vijay Kalantri at Bina Kak’s book launch event

0

Katrina Kaif speaks at Bina Kak’s book launch event

0

Salman Khan speaks at Bina Kak’s book launch event

0

કોંગ્રેસે પેઢીની જેમ દેશ ચલાવ્યો છેઃ મનોજ જોશીની વિડિયો મુલાકાત

0

અમદાવાદ– અભિનેતા મનોજ જોશી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા, તેમણે ભાજપની એક જાહેરાત પણ શુટ કરી હતી. મનોજ જોશીએ chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલને વિશેષ મુલાકાત આપી છે. મનોજ જોશીએ ખુલ્લા મને જણાવ્યું હતું કે ભારતને આઝાદી મળી ત્યારથી કોંગ્રેસે પેઢીની જેમ દેશ ચલાવ્યો છે. આખી ફેમિલી જ પાર્ટી ચલાવે છે. જ્યારે તેની સામી બાજુએ જોઈએ તો દેશનું સદનસીબ છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી મળ્યા છે. સાવ નાના કાર્યકરના રૂપમાંથી આજે દેશના સર્વોચ્ચ પદ વડાપ્રધાન બન્યા છે. અંગ્રેજોની જેમ કોંગ્રેસે જાતિવાદ અને વંશવાદ કર્યો છે. દેશમાં જાતિવાદ સમીકરણો રચ્યા છે. અને દેશને ગુમરાહ કર્યો છે. પણ પ્રજા હવે સમજી ગઈ છે. આ વખતે ફરીથી ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. (વિડિયોગ્રાફી- પ્રજ્ઞેશ વ્યાસ)

મનોજ જોશીની વિડિયો મુલાકાત જુઓ…

httpss://youtu.be/TM-e_pGMdk8

ગુજરાતમાં નવસર્જન ઑલરેડી થઈ ગયું છેઃ પરેશ રાવલની વિડિયો મુલાકાત

0

અમદાવાદ– લોકસભાના સાંસદ પરેશ રાવલ હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે રોકાયા છે. તેઓ ગામેગામ ફરીને જાહેર સભામાં સરકારની યોજનાઓ અને વિકાસના કામોને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પરેશ રાવલે chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલને એક્સક્લુઝિવ મુલાકાત આપી છે. પરેશભાઈ કહે છે કે ગુજરાતમાં બધે ભાજપ ભાજપ જ છે. અને આ વખતે ફરીથી ભાજપની સરકાર બનશે. ચૂંટણીના મેદાનમાં જે ખોટા લોકો આવ્યા છે, તેઓ જુઠા છે, તેવું સાબિત થઈ ચુકયું છે, અને ગુજરાતની પ્રજા શાણી છે. બીજુ કોંગ્રેસ આવે છે… નવસર્જન લાવે છે, તે લાઈન જ ખોટી છે. 60 વર્ષમાં નવસર્જન ન કરી શક્યા તે હવે શુ કરવાના… નવસર્જન એટલે શું… ગુજરાતમાં નવસર્જન ઑલરેડી થઈ ગયું છે.

સર્વે અનુસાર ભાજપની સરકાર બને છે, પણ પરેશભાઈના મતે ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે… તેના જવાબમાં પરેશભાઈ જણાવ્યું હતું કે સર્વે આવે કે ન આવે, પણ સર્વેસર્વાને પુછો… તો ખબર પડી જશે કે ભાજપ જ સર્વેસર્વા છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજનું આંદોલન અને ત્યાર પછી દલિતોની માંગ વિગેરે જ્ઞાતિના ભાગલા અંગે પરેશભાઈ કહ્યું હતું કે  કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, જેથી જ્ઞાતિવાદના સમીકરણો ઉભા કરે છે, કોમવાદનું ઝેર ફેલાવાનું કામ કર્યું છે. ગુજરાત ખુબ શાંતિપ્રિય રાજ્ય છે.  લોકોને શાંતિ જ જોઈએ છે. ભાજપ માત્ર વિકાસ ને વિકાસના મુદ્દાનો જ વિચાર કરે છે. પરેશ રાવલ સાથે વિશેષ વિડિયો મુલાકાત જુઓ….

httpss://youtu.be/MpgKtO_yFW0

વિકાસનો જન્મ જ થયો નથીઃ અલ્પેશ ઠાકોરની વિડિયો મુલાકાત

0

અમદાવાદ– ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલને આપેલી મુલાકાતમાં ભારે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં 2017માં પરિવર્તન આવે છે. કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. કારણ કે ગુજરાતમાં તમામ સમાજનો વર્ગ ભાજપના શાસનથી નારાજ છે. આથી તમામ સમાજને આંદોલન કરવાની ફરજ પડી છે, તેમ છતાં ભાજપે આંદોલનકારીઓની વાત સાંભળી નથી. ગુજરાત સરકાર પ્રજાની પીડા જોઈ શકતી નથી અને સુખાકારીનું ધ્યાન રાખ્યું નથી.

અલ્પેશ ઠાકોરએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભાજપએ વંશવાદ કરે છે અને ડરની રાજનીતિ કરે છે. ભાજપે કોઈ વિકાસ કર્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વિકાસ થયો નથી. ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતોને ત્યાં વિકાસનો જન્મ જ થયો નથી. ભાજપે જવાબ આપવો રહ્યો કે વિકાસ કોનો થયો? વિકાસ થયો હોત તો દરેક સમાજને આંદોલન ન કરવા પડ્યા હોત. જુઓ વિડિયો મુલાકાત…

httpss://youtu.be/A4Kwa4xr9j0

 

Chitralekha Exclusive Interview with Bharatsinh Solanki

0

Chitralekha Exclusive Interview with Vijay Rupani

0

Prime minister Narendrabhai Modi remembering Chitralekha’s cover story in his speech at Morbi

0

TOP NEWS