Travel Tips

ચોમાસાની ઋતુમાં મહારાષ્ટ્રમાં ફરવાલાયક સ્થળો…

0

ચોમાસાની મોસમ શરૂ ચૂકી છે. મહારાષ્ટ્રમાં સમુદ્રકિનારાના વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની ઋતુમાં મહારાષ્ટ્રના અમુક સ્થળોએ વરસાદી-કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. એવા અમુક સ્થળોનો ઉલ્લેખ કરવો પડે જ્યાંની મુલાકાત લઈને ફરવાના શોખીનો આનંદ માણી શકે છે.

માલશેજ ઘાટ (વોટરફોલ્સ)

મુંબઈ નજીક સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ટ્રેકિંગ, હાઈકિંગ, બર્ડ વોચિંગ માટેનું સ્થળ.

લોનાવલા અને ખંડાલા

મુંબઈ નજીકના આ ટ્વિન હિલ સ્ટેશન્સ છે. ભુશી ડેમ સહિત નાના-મોટા ઘણા ધોધ અને ઝરણાંમાં નાહવાની મજા કંઈક ઓર જ છે.

મહાબળેશ્વર-પંચગની

લોકપ્રિય ગિરિમથક છે. સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલા આ સ્થળને કુદરતે ભરપૂર સૌંદર્ય આપ્યું છે. મહાબળેશ્વરથી 20 કિ.મી. દૂર આવેલા પંચગનીમાં ખીણ અને પહાડોનાં દ્રશ્યો આનંદદાયક છે.

ભીમાશંકર – પુણે

સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલા આ સ્થળે ચોમાસું બેસતાં જ એનું કુદરતી સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે. પરિવારોમાં આ સ્થળ લોકપ્રિય છે.

લોહાગઢ કિલ્લો

પુણે શહેરથી નજીક છે. ખાસ કરીને ચોમાસામાં લોકો ટ્રેકિંગ માટે આ સ્થળની ખાસ મુલાકાતે આવતાં હોય છે.

મુલશી ડેમ – પુણે

મુંબઈથી લગભગ ત્રણેક કલાક મોટરમાર્ગે જઈ શકાય છે. મૂળા નદી પર બાંધવામાં આવેલા ડેમ અને તેની આસપાસનાં દ્રશ્યોથી લોકો આકર્ષિત થાય છે.

કર્નાલા

મુંબઈથી લગભગ 80 કિ.મી. દૂર આવેલા આ સ્થળે અનેક ધોધ અને લીલીછમ હરિયાળી લોકોને ચોમાસામાં અહીં મોજમજા કરવા ખેંચી લાવે છે.

ઠોસેઘર ફોલ્સ

મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલા ઠોસેઘર ગામ નજીક કેટલાક ધોધ આવેલા છે જ્યાં પાણી 20 મીટરથી લઈને 500 મીટરની ઊંચાઈએથી નીચે ખાબકે છે.

ભંડારદારા

પશ્ચિમી ઘાટમાં સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું આ ખૂબ જ શાંતિવાળું હોલીડે રીસોર્ટ સ્થળ છે. અહીંના આર્થર લેક અને રંધા ધોધ પર્યટકોમાં ખૂબ જાણીતા છે.

માથેરાન

મુંબઈની ખૂબ નજીકમાં આવેલું છે અને બળતણવાળા વાહનો ચલાવવાની અહીં મનાઈ હોવાથી પરિવારસહ આ સ્થળનો આનંદ માણવા લોકો અવારનવાર આવે છે. ચોમાસામાં વરસાદી વાદળોથી આ સ્થળ છવાયેલું રહે છે. શાર્લોટ લેક સહિત અહીં 30થી પણ વધુ જોવાલાયક સ્થળો છે.

દુરશેત – ખોપોલી

સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે આવેલા આ સ્થળે જંગલમાંથી અંબા નદી ખળખળ વહેતી જોવા મળે. ચોમાસામાં આ સ્થળે હરિયાળી છવાઈ જતી હોય છે. રીવર ક્રોસિંગ, રોક ક્લાઈમ્બિંગનાં શોખીનો અહીં આકર્ષિત થાય છે.

કોલાડ

મુંબઈ-ગોવા હાઈવે પર આવેલું છે. કુંડલિકા નદીને કારણે સ્થળના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે. નદીમાં વ્હાઈટ વોટર રીવર રાફ્ટિંગની સુવિધા છે.

તાપોલા

મહારાષ્ટ્ર હિલસ્ટેશનથી 25 કિ.મી. દૂર આવેલું સેટેલાઈટ ગામ તાપોલા મિનિ કશ્મીર તરીકે ઓળખાય છે.

હિમાલયના નયનરમ્ય સરોવરો…

0

ભારતમાં અને તે પણ હિમાલય પર્વતમાળાને ખૂંદવાના શોખીનો માટે જાણકારી છે. હિમાલયમાં કંદરાઓ છે, ખળખળ અને ધસમસતી વહેતી નદીઓ છે, ખડકો છે, વૃક્ષો-વેલાઓ સાથે ગાઢ જંગલો છે. પરંતુ આ પર્વતોની વચ્ચે કેટલાક સુંદર, નાના-મોટાં સરોવરો પણ આવેલાં છે. એમાંના પાંચના નામ નીચે આપ્યા છે. આ સરોવરોની મુલાકાત લો અને તમારી હિમાલયયાત્રાને રોમાંચક બનાવો.

ગોંગ સો (લદાખ)
ચંદ્રતાલ લેક (સ્પીટી) સો મોરિરી (લદાખ) ગુરુદોંગમાર લેક (સિક્કીમ) પ્રાશર લેક (હિમાચલ પ્રદેશ) 

પ્રવાસ માટે ઉપયોગી એપ્સ…

0

વેકેશનગાળો શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો કામની વ્યસ્તતાને કારણે પ્રવાસે જવા માટે પ્લાનિંગનો સમય ફાળવી શક્યા ન હોય તો એમને મદદરૂપ કે ઉપયોગી થઈ શકે એવી પાંચ એપ્લિકેશન છે. એને ડાઉનલોડ કરીને તમે સારી ટ્રિપનું આયોજન કરી શકો છો.

ટ્રેવકાર્ટ Travkart

આ એપ કસ્ટમાઈઝ્ડ ફિક્સ્ડ ડિપાર્ચરમાં વિશેષતા ધરાવે છે. આમાં એર અને નોન-એર, બંને પેકેજનો સમાવેશ છે. આમાં ભારત ઉપરાંત દુનિયાના અનેક સરસ પ્રવાસ-પર્યટન સ્થળો પણ સામેલ છે. આની મદદથી તમને તમારી ટૂરને તમારી અનુકૂળતા અનુસાર કસ્ટમાઈઝ કરવાની સુવિધા મળે છે.

પેક પોઈન્ટ Pack Point

ઘણી વાર એવું બનતું હોય છે કે પ્રવાસ માટે સામાન પેક કરતી વખતે અમુક જરૂરી ચીજવસ્તુઓ ભૂલાઈ જતી હોય છે. એને કારણે પ્રવાસની મજા બગડી જાય છે. એવી સ્થિતિમાં આ એપ દ્વારા તમને પેકિંગ ચેકલિસ્ટ મળે છે જેના આધારે તમે ઝટપટ તમારી મોટી અને નાની ચીજવસ્તુઓને પેક કરી શકો છો. આ એપમાં એક એવું ફીચર છે જેમાં તમે ટ્રાવેલ તારીખ નાખો કે એમાં હવામાન અનુસાર તમને પેકિંગ લિસ્ટ જોવા મળે છે. આ એપમાં તમને સવાલો પૂછવામાં આવે અને તમે જવાબ આપો એના આધાર પર એ તમને જરૂરી સામાનની યાદ પણ અપાવે છે.

એક્યૂવેધર AccuWeather

 

આ એપ 100થી વધારે ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમાં હવામાનનું અનુમાન દર મિનિટે અપડેટ થાય છે. ધારો કે ક્યાંક વરસાદ પડતો હશે તો આ એપ ચેક કરીને તમે અગાઉથી જ રેઈનકોટ કે છત્રી લઈને ત્યાં જઈ શકો.

સિટઓરસ્ક્વોટ SitOrSquat

ઘણી વાર સફર કરતી વખતે તમને શૌચાલય શોધવામાં તકલીફ પડતી હોય છે. શૌચાલય મળે તો એ ગંદા હોય, એને કારણે ચેપ લાગવાની સંભાવના રહે. એવામાં SitOrSquat એપ તમને મદદરૂપ થઈ શકે છે. આ એપમાં તમને એક લાખ જાહેર શૌચાલયો, કે પબ્લિક રેસ્ટરૂમ્સની જાણકારી મળે છે. એમાં બાથરૂમ્સના રેટિંગ પણ અપાયેલા હોય છે. શૌચાલય સ્વચ્છ હોય તો એને Sit રેટિંગ મળે છે અને સ્વચ્છ ન હોય તો એને Squat રેટિંગ મળે છે.

ડીટુઅર Detour

ધારો કે તમારે કોઈ ફેન્સી ટૂર પર નથી જવું, પણ એવા નવા વિસ્તાર વિશે જાણવું છે તો Detour તમને ઉપયોગી થઈ શકે છે. આ ઓડિયો એપ પસંદગીના શહેરોમાં વોકિંગ ટૂરની ઓફર કરે છે. મતલબ કે ઓડિયો ક્લિપ્સ મારફત તમને ટિપિકલ ટૂરિસ્ટ સ્થળોને બદલે એવા સ્થળોની જાણકારી મળશે જેમને સ્થાનિક લોકો વધારે મહત્વના ગણે છે.

તમારા પ્રવાસ માટેની હોટેલ ટિપ્સ…

0

હોટેલની જાણકારી નકશાની મદદથી ચેક કરો

ઘણી હોટેલ્સ એમની આસપાસના આવેલા જોવાલાયક સ્થળો અને સુવિધાઓ અંગે એની નિકટતા વિશે મરીમસાલો ઉમેરતી હોય છે. જો હોટેલ એમ કહેતી હોય કે તે ચોક્કસ એરપોર્ટ કે લેન્ડમાર્કની નજીકમાં જ આવેલી છે તો તમારે હોટેલમાં રૂમ બુક કરાવતા પહેલાં ગૂગલ મેપ્સ પર અંતરની ચકાસણી કરી લેવી.

પેકેજ ડીલ્સમાં રસ લેવો નહીં

નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કેટલીક હોટેલ્સ થીમવાળા પેકેજ ડીલ્સ ઓફર કરતી હોય છે. જે વાંચતા કે સાંભળતા આકર્ષક લાગે છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. કેટલીક વાર એવા પેકેજીસમાં તમે ઈચ્છતા ન હો કે તમને જરૂર ન હોય એવી ચીજોનો પણ સમાવેશ કરી દેવાય છે અથવા સ્પેશિયલ રેટ રેગ્યૂલર રેટ કરતાં ઘણા ઊંચા હોય છે.

રૂમ પ્રેફરન્સીસની ગેરન્ટી હોતી નથી

હોટેલ બુકિંગ્સમાં બેડ (પથારી)ની સાઈઝ અને બેડની સંખ્યા જેવા પ્રેફરન્સીસનો સમાવેશ કરાતો હોય છે, પરંતુ ઘણી હોટેલ્સમાં એવા પ્રેફરન્સીસ મળશે જ એની ખાતરી હોતી નથી.

વિશેષ પ્રસંગની આગોતરી જાણ કરી દેવી

ઘણા લોકો જન્મદિવસ કે લગ્નની તિથિની ઉજવણી કરવા કે અન્ય કોઈ વિશેષ પ્રસંગ માટે પ્રવાસ કરતા હોય છે. તમે હોટેલ ખાતે પહોંચો એના એક અઠવાડિયા કે એનાથી વધુ સમય પહેલાં હોટેલ સ્ટાફને તમારા ઉજવણી પ્રસંગ વિશે જણાવી દેવું. ઘણી વાર રૂમમાં તમને આશ્ચર્ય થાય એવી સજાવટ કે સુવિધા મૂકવામાં આવે છે.

સ્ટાફની સાથે વિનયી રહેવું

હોટેલના કર્મચારીઓને અવારનવાર અળવીતરા સ્વભાવવાળા મહેમાનોનો ભેટો થતો હોય છે. તેથી સ્ટાફ સાથે વિનયી રહેવું, વિનમ્રતાપૂર્વકનો વ્યવહાર કરવો. આ સામાન્ય સૌજન્ય છે એટલું જ નહીં, એનાથી તમે હોટેલમાં રોકાવ એ દરમિયાન તમને સારી સુવિધા પણ મળી શકે.

પાર્કિંગ વિશે પૂછી લેવું

મોટા શહેરોમાં રહેવાનું હોય ત્યારે ત્યાં વાહનોનાં પાર્કિંગ વિશેનો ખર્ચ ઘણો વધારે હોય છે. એવી હોટેલ પસંદ કરવી જેને ત્યાં પાર્કિંગ સુવિધા મફતમાં હોય અથવા ડિસ્કાઉન્ટવાળા રેટ હોય.

હોટેલમાં રોકાણની સાથે વિમાનભાડાને સાંકળી લેવું

તમે જો ટ્રિપ વ્યવસ્થિત પ્લાન મુજબ કો તો તમારી હોટેલ રૂમના બુકિંગની સાથે તમારા વિમાનભાડાને પણ સાંકળી લેવું. કેટલીક વેબસાઈટ્સ ટ્રાવેલ પેકેજીસમાં નિવાસ અને ફ્લાઈટ્સ, બંનેને જોડી આપતી હોય  છે. એને કારણે તમને સમયની ઘણી બચત થશે.

કોર્નરની રૂમ માગવી

હોટેલમાં ચેક-ઈન કરો ત્યારે કોર્નરવાળી રૂમ ઉપલબ્ધ છે કે નહીં એ વિના સંકોચે પૂછી લેવું. એવી રૂમ સામાન્ય રીતે વિશાળ હોય છે અને શાંતિભરી હોય છે. એવી રૂમનો ભાવ અન્ય રૂમ જેટલો જ હોય છે.

ફરી મળશે ગંગોત્રી, યમુનોત્રીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો…

0

એવું કહેવાય છે કે ચાર-ધામ યાત્રાના બે ધામ – ગંગોત્રી અને યમુનોત્રીની નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. આ બંને યાત્રાધામના પ્રવાસે જવાનો મોકો એપ્રિલથી મળશે. આ બંને યાત્રાધામ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે 18 એપ્રિલથી ખુલ્લા મૂકવામાં આવશે. એ દિવસે અખા ત્રીજ અથવા અક્ષય તૃતીયા તિથિ છે જે હિન્દુ શાસ્ત્રાનુસાર પવિત્ર તિથિ ગણાય. ઉત્તરાખંડ રાજ્યમાં ગઢવાલ હિમાલયમાં સ્થિત આ યાત્રાધામોનાં દ્વાર તે પહાડી વિસ્તારમાં પડતી કાતિલ ઠંડી અને બરફ પડવાને કારણે દર વર્ષે દિવાળીના દિવસથી છ મહિના માટે બંધ કરી દેવામાં આવે છે અને એપ્રિલ-મેથી નવેમ્બર સુધી ખુલ્લા રાખવામાં આવે છે.

યમુનોત્રી ધામ

ચાર-ધામ (ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ)માં પહેલું ધામ યમુનોત્રીનું છે. પવિત્ર યમુના નદીનું ઉદગમ સ્થાન યમુનામાતાનાં મંદિરથી માત્ર એક જ કિલોમીટર દૂર આવેલું છે. બંદરપૂંછ શિખરના પશ્ચિમી ભાગમાં ફેલાયેલા યમુનોત્રી ગ્લેશિયરને નિહાળવું એક રોમાંચક અનુભવ હોય છે. યમુના નદીનું સ્રોત કાલિંદી પર્વત છે. દરિયાઈ સપાટીથી આ સ્થળ આશરે 4421 મીટર ઊંચાઈ પર છે. કઠિન ચઢાણ હોવાને કારણે ઘણાં શ્રદ્ધાળુઓ આ ઉદગમ સ્થળને જોવાથી વંચિત રહી જાય છે. યમુનોત્રીમાં પાણીના ઘણા સ્રોત છે, એમાંનો એક છે, સૂર્યકુંડ. 19મી સદીમાં જયપુરના મહારાણી ગુલરિયાએ આ મંદિર બંધાવ્યું હતું પણ એ જ સદીમાં મંદિર બે વાર નાશ પામ્યું હતું અને ફરી એનું બાંધકામ કરવામાં આવ્યું.

ગંગોત્રી ધામ

ગંગોત્રી એ અન્ય પવિત્ર નદી ગંગાનું ઉદગમ સ્થાન છે. આ સ્થળ સમુદ્રતટથી આશરે 3,042 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ગંગામૈયાનાં મંદિરનું નિર્માણ 18મી સદીમાં ગુરખા કમાન્ડર અમરસિંહ થાપાએ કરાવ્યું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે એ નાશ પામ્યા બાદ જયપુરના મહારાણીએ એનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. દર વર્ષે એપ્રિલ-મેથી ઓક્ટોબર વચ્ચેના સમયગાળામાં ગંગોત્રી મંદિર અને ગંગામૈયાનાં દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ-તીર્થયાત્રીઓ-પર્યટકો આવે છે. ગંગોત્રી મંદિરથી 19 કિ.મી. દૂર, 3,892 મીટરની ઊંચાઈ પર ગૌમુખ ગંગોત્રી ગ્લેશિયરનું મુખ છે, એ જ ભાગીરથી નદીનું ઉદગમ સ્થાન છે. ગંગા એટલે જ ભાગીરથી નદી. અહીંના બર્ફિલા પાણીમાં સ્નાન કરવાથી શાંતિનો અનુભવ થાય છે અને એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. ગંગોત્રીથી ગૌમુખ સુધી પગપાળા અથવા ટટ્ટુ પર બેસીને જવાય છે. અહીંના પહાડો પરનું ચઢાણ યમુનોત્રી જેટલું કઠિન નથી. આ સ્થળે શિળાળો કાતિલ ઠંડીવાળો હોય છે, પણ ઉનાળાની ઋતુમાં મોસમ સરસ રહે છે. વરસાદ પણ અવારનવાર પડતો હોય છે.

વજનમાં હલકાં વસ્ત્રો પહેરવા…

0

પ્રવાસ શરૂ કરતાં પહેલાં લોકો અનેક પ્રકારની તકેદારીઓ લેતાં હોય છે, પણ અવારનવાર પ્રવાસ કરતી કંગના રણૌત, સોનમ કપૂર, કરીના કપૂર-ખાન, અનુષ્કા શર્મા, મીરા રાજપૂત-કપૂર, જેક્લીન ફર્નાન્ડિસ, વિદ્યા બાલન જેવી બોલીવૂડની અભિનેત્રીઓએ એવી ટિપ આપી છે કે પ્રવાસ દરમિયાન વજનમાં હલકા હોય એવા વસ્ત્રો પહેરવા જોઈએ. આનું કારણ આ અભિનેત્રીઓ એવું આપે છે કે હળવા વજનનાં વસ્ત્રો પહેરવાથી પ્રવાસ આરામદાયક બની રહે છે. ફેશન એક્સપર્ટ્સે આને કમ્ફર્ટેબલ ટ્રાવેલ સ્ટાઈલ નામ આપ્યું છે.

સુદામાનગરી, ગાંધીબાપુની જન્મભૂમિ – પોરબંદર

0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુનું જન્મસ્થળ, વિશ્વના નકશા પર ગૌરવભર્યું સ્થાન ધરાવતું શહેર છે, પોરબંદર. ‘પૌર’ શબ્દ ‘વેપારીપ્રજા’નો વાંચક છે. ‘પોરબંદર’ એટલે વેપારી પ્રજાનું દરિયાકાંઠે વસેલું ગામ. ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા ભકત શ્રી સુદામાનું પુનિત સ્થાન જેટલું પ્રાચીન પોરબંદર શહેર સુદામાપુરી તરીકે પ્રસિદ્ધ થયું છે. બંદરગાહ શહેર પોરબંદર નેશનલ હાઈવે 8B, 8E દ્વારા રાજકોટ, અમદાવાદ, જામનગર, દ્વારકા, વેરાવળ, ભાવનગર જેવા ગુજરાતના અન્ય મોટા શહેરો સાથે જોડાયેલું છે. રેલવે સ્ટેશન ઉપરાંત એનું પોતાનું એરપોર્ટ પણ છે. પોરબંદરનો સાગર કિનારો સહેલાણીઓ માટે ફરવાનું અનોખું આકર્ષણ ધરાવે છે. ખાદી વણાટકામ વણકરોની રોજીરોટી છે, સોના-ચાંદીના દાગીના, હાથસાળની વણાટ, પાટી, દોરડા, ધાબળી, અન્ય-વણાટ કામગીરી, ખત્રીઓના રંગાટ-બાંધણી-પટોળાં, વોરાજી દ્વારા પોટાશ, રેશમ-જરીકામ, વાસણનું કલીકામ, ખમણ ઢોકળા (ફરસાણ) પોરબંદરની વિશેષતા છે.

હનીમૂન કે ફેમિલી વેકેશન ટુર કે વ્યક્તિગત પ્રવાસ-પર્યટન માટે પોરબંદરની મુલાકાત લેવા જેવી.

પોરબંદરના જોવાલાયક સ્થળોઃ

ચોપાટી બીચ

કીર્તિ મંદિર (મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ)

કૃષ્ણ-સુદામા મંદિર

પક્ષી અભયારણ્ય

સરતાનજીનો ચોરો

જાંબુવન ગુફા

તારા મંદિર

ભારત મંદિર

શ્રી હરિ મંદિર

હરસિદ્ધિ માતા મંદિર

બિલેશ્વર મંદિર

પોરબંદરમાં આ ઉપરાંત બીજા પણ ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે, માધવપુર ઘેડ, ખિમેશ્વર મંદિર, રાણા બાપુનો મહેલ, રંગબાઈ બીચ, રોકડિયા હનુમાન મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, સાઈબાબા મંદિર, કમલા નેહરુ પાર્ક, સુન્ની વોરા મસ્જિદ, રાણીબાગ પાર્ક, સત્યનારાયણ મંદિર, જડેશ્વર મંદિર, વિશ્વકર્મા  પ્રભુજી મંદિર, બાર્ડા હિલ્સ વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી (અભયારણ્ય).

ભારતના બેસ્ટ વોટરસ્પોર્ટ્સ સ્થળ…

0

દેશના તેમજ વિદેશના વોટરસ્પોર્ટ્સ તથા એડવેન્ચરના શોખીનો માટે ઘણા સ્થળો છે જ્યાં તેઓ એમની જિંદગીની યાદગાર મજા માણી શકે છે. અનેક પર્યટકોએ પસંદ કરેલા એમાંના મુખ્ય સ્થળો આ છે…

ગોવા

ગોકર્ણ (કર્ણાટક)

આંદામાન ટાપુઓ

કેરળ

લદાખ (જમ્મુ-કશ્મીર)

ઋષિકેશ (ઉત્તરાખંડ)

નૈનિતાલ (ઉત્તરાખંડ)

કોવલોંગ અને મહાબલીપુરમ (તામિલનાડુ)

ગોવાના દરિયામાં જેટ સ્કીઈંગ, વિન્ડસર્ફિંગ પેરાસેઈલિંગ, વોટરસ્કીઈંગ, વેઈક બોર્ડિંગ, કાઈટ સર્ફિંગ, કેટામારન સેઈલિંગની મજા માણી શકાય છે. બાળકો માટે બનાના બોટ રાઈડ્સ છે. મોટે ભાગે લોકો વધારે વિકસીત એવા કાલંગુટ અને બાગા બીચ પર આનંદ માણવાનું પસંદ કરે છે. તે છતાં આખું ગોવા વોટરસ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે.

કર્ણાટકના ગોકર્ણના ઓમ બીચ પર વોટરસર્ફિંગની મજા કંઈ ઓર જ છે.

બંગાળના અખાતમાં આવેલા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન ટાપુ પર પેરાસેઈલિંગ, જેટ સ્કીઈંગ, સ્કૂબા ડાઈવિંગ, અન્ડરસી વોકિંગ જેવી મજા માણવા માટે પર્યટકો દેશ-વિદેશમાંથી આવે છે.

કેરળ રાજ્યની ખાડીઓ-નદીઓ-નહેરો કાયાકિંગ, કેનોઈંગ, બામ્બુ રેફ્ટિંગ માટે બેસ્ટ ગણાય છે. કેરાલા કાયાકિંગ એલેપ્પી શહેરથી દરરોજ કાયાકિંગ ટૂર યોજે છે.

હિમાલય પર્વતમાળામાં વસેલું લદાખ એવું સ્થળ છે જ્યાં દરિયાઈ સપાટીથી સૌથી ઊંચાઈ પર રીવર-રેફ્ટિંગની મજા કરાવે છે. ઝંસ્કાર નદી તો ખાસ એને માટે અનામત રાખવામાં આવી છે. અહીં રેફ્ટિંગ માટે જૂનથી ઓગસ્ટ બેસ્ટ સીઝન ગણાય છે.

ઋષિકેશમાં ગંગા નદીમાં રીવર રેફ્ટિંગ અને કાયાકિંગના શોખીનો મોટી સંખ્યામાં આવે છે. રીવર રેફ્ટિંગની સાથે કેમ્પિંગ, ટ્રેકિંગનો પણ લોકો આનંદ લે છે.

નૈનીતાલના, ભીમતાલ સરોવરમાં વોટર ઝોબિંગ શરૂ કરવામાં આવ્યું છે જેણે પર્યટકોમાં ઘેલછા ઊભી કરી છે. નૈનીતાલના સરોવરોમાં કાયાકિંગ અને બોટિંગ ટૂરિસ્ટ્સમાં બિગ હિટ છે.

તામિલનાડુના ચેન્નાઈની દક્ષિણે આવેલું કોવલોંગ માછીમારીની સાથોસાથ સર્ફિંગ વિલેજ તરીકે જાણીતું થયું છે. ત્યાંના બીચ ઉપર સર્ફિંગ સુવિધાઓની સાથે ગેસ્ટ રૂમ્સ અને કેફે સવલત પણ શરૂ કરાઈ છે. થોડેક જ દૂર આવેલા મહાબલીપુરમમાં પણ આ જ પ્રકારની મજા માણી શકાય છે.

પાંચ ઓફ્ફ-બીટ વીકએન્ડ સ્થળો…

0

મુંબઈથી બહુ દૂર જવું ન હોય, પણ સાથોસાથ મુુંબઈના ધમાલીયા જીવનથી સહેજ છટકવું હોય તો, થોડેક દૂર શાંતિ, સાહસ, કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવે એવા આ પાંચ સ્થળો છે. નોંધી લો…

1.

કામશેટ (મુંબઈ શહેરથી લગભગ 110 કિ.મી.ના અંતરે)

પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવા એડવેન્ચરના શોખીન માટે. કુદરતી સૌંદર્ય પણ અદ્દભુત છે. સદીઓ પુરાણી કાર્લા ગુફાઓ આવેલી છે. કામશેટમાં રેલવે સ્ટેશન છે. મુંબઈથી ટેક્સી અથવા ખાનગી કે એસ.ટી. બસ દ્વારા બે કલાકમાં કામશેટ પહોંચી શકાય. કામશેટ લોનાવલાથી માત્ર 16 કિ.મી. દૂર આવેલું છે.

2.

જવ્હાર (મુંબઈથી લગભગ 180 કિ.મી. દૂર)

સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં આવેલું છે. પર્વતોની હારમાળા જોવાનો આનંદ માણવા જેવો છે. લીલીછમ હરિયાળી પણ ભરપૂર છે. વાર્લી આદિવાસી સંસ્કૃતિ અને કળા જોવા મળે છે. મુંબઈથી જવ્હાર જવા માટે બસ ઉપલબ્ધ સેવા છે. કેબ/ટેક્સી દ્વારા પણ કસારા-ખોડાલા થઈને જવ્હાર જઈ શકો. ટ્રેનમાં જવું હોય તો નાશિક સુધી (80 કિ.મી.) અથવા ઈગતપુરી (61 કિ.મી.) સુધી ટ્રેન જાય છે ત્યાંથી રોડ માર્ગે જવ્હાર બહુ નજીક છે.

3.

ઈગતપુરી (મુંબઈથી 120 કિ.મી. દૂર)

આજુબાજુ ખીણ આવેલી છે, જે જોઈને રોમાંચ જાગે. ધમ્માગિરી મેડિટેશન સેન્ટર માટે ખાસ જાણીતું છે. જૂનથી સપ્ટેંબર અને નવેમ્બરથી માર્ચ મહિનાઓ અહીંના પ્રવાસ માટે ઉત્તમ ગણાય. કેમલ વેલી, કલસુબાઈ શિખર, ટ્રિંગલવાડી કિલ્લો, આર્થર લેક, ભાત્સા રીવર વેલી, અમૃતેશ્વર મંદિર જોવા જેવા છે. મુંબઈથી ટ્રેન દ્વારા બે કલાક 40 મિનિટમાં પહોંચી શકાય. ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે, જેમ કે મહાનગરી એક્સપ્રેસ, ગીતાંજલી એક્સપ્રેસ, મુંબઈ સીએમએસટી-તપોવન એક્સપ્રેસ, લોકમાન્ય તિલક ટર્મિનસ-નાગપુર એક્સપ્રેસ. મુંબઈથી રોડ માર્ગે પણ ઈગતપુરી જઈ શકાય છે.

4.

દિવેઆગર, શ્રીવર્ધન અને હરિહરેશ્વર (મુંબઈથી 190 કિ.મી. દૂર)

આ ત્રણેય સ્થળ મહારાષ્ટ્રમાં રાયગડ જિલ્લામાં આવેલાં છે. હરિહરેશ્વરને દક્ષિણનું કાશી ગણવામાં આવે છે. ભગવાન શંકરના ભક્તો માટે જાણીતું તીર્થક્ષેત્ર છે. દિવેઆગર સ્વચ્છ દરિયાકિનારાઓ માટે જાણીતું છે. શ્રીવર્ધન પેશ્વાઓના કાળનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નિકટનું રેલવે સ્ટેશન (કોંકણ રેલવે) માનગાંવ છે. ત્યાંથી દિવેઆગર 40 કિ.મી. દૂર આવેલું છે. રોડ માર્ગે દિવેઆગર માટે બસ સેવા છે. દિવેઆગરથી રોડ માર્ગે અનુક્રમે 22 કિ.મી. અને 36 કિ.મી.ના અંતરે આવેલા શ્રીવર્ધન અને હરિહરેશ્વર પહોંચી શકાય છે.

5.

સાંધણ વેલી (મુંબઈથી 185 કિ.મી. દૂર)

આ સ્થળ વેલી ઓફ શેડોઝ તરીકે જાણીતું છે. સહ્યાદ્રી વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં આવેલું છે. ટ્રેકિંગ માટે પ્રસિદ્ધ. ચંદ્રના પ્રકાશમાં કેમ્પિંગ કરવાનો અનેરો આનંદ મળે છે. મુંબઈમાં મધ્ય રેલવે વિભાગમાં કસારા જતી તરફ જતી ટ્રેનમાં જવાય. મુંબઈથી લગભગ બે કલાક 35 મિનિટે કસારા પહોંચાય. ત્યાંથી કાર કે જીપ દ્વારા આગળ જવાય. કસારા અને સાંધણ વેલી વચ્ચે લગભગ 80 કિ.મી.નું અંતર છે. મતલબ કે લગભગ અઢી કલાક. ઈગતપુરીથી બસ કે કાર દ્વારા પણ સાંધણ વેલી જઈ શકાય.

પ્રવાસની સાથે ટેસ્ટી વાનગીઓ ખાવાની મજા…

0

રજામાં ફરવા જાવ ત્યારે જે તે પર્યટન સ્થળની વિશિષ્ટ વાનગીનો સ્વાદ પણ માણવો જોઈએ. પરંતુ એ માટેની જાણકારી અગાઉથી મેળવી રાખી હોય તો તમારા પ્રવાસની મજા ડબલ થઈ શકે. ભારતમાં અસંખ્ય પર્યટન સ્થળોના જોવાલાયક સ્થળોની સાથોસાથ ત્યાં વખણાતા ભોજન તથા સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થોની પણ જાણકારી મેળવી લેવી જોઈએ. અમુક સ્થળની જાણકારી આ રહી…

મુંબઈઃ વડા પાંઉ, ઉસળ અને મિસળ-પાંઉ, સેન્ડવિચ, ચોપાટી પરની ભેલપુરી-દહીં બટાટાપુરી.

દિલ્હીઃ ચાંદની ચોકમાં પરાંઠેવાલી ગલીના પરોઠા, છોલે-ભટૂરે, ચાટ, આલૂ ચાટ

વારાણસીઃ ગંગા ઘાટ ખાતે ચાટ, ગોલગપ્પા, રાબડી મીઠાઈ.

રાજસ્થાનઃ દાલ-બાટી, બેસનના ગટ્ટાનું શાક, કઢી, દહીંવડા.

કોલકાતાઃ વિવેકાનંદ પાર્કમાં આલૂ ફુચકા, ભરવાં પરોઠા, ચાઈનીઝ ફૂડ.

ગુજરાતઃ ભાવનગર (ગાંઠિયા), અમદાવાદ (ભજીયા), પોરબંદર (ખાજલી), રાજકોટ (પેંડા), ખંભાત (હલવાસન), સુરત (ઘારી, ઊંઘીયું, લોચો), કચ્છ (દાબેલી), વડોદરા (લીલો ચેવડો), ભરૂચ (ખારી શિંગ), આણંદ (દાળ વડા).

TOP NEWS