કાઝીરંગા ના “બીગ ફાઈવ” માંથી એક એવા “વોટર બફેલો”

આસામમાં આવેલ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ કાઝીરંગા નેશનલ પાર્ક આમતો ગેંડા માટે પ્રખ્યાત છે. કાઝીરંગામાં વાઘ, હાથી, ગેંડા, દીપડા અને વોટર બફેલો એમ પાંચ મોટા પ્રાણીઓ બીગ ફાઈવ તરીકે ઓળખાય છે. કાઝીરંગા સફારીમાં આ પાંચ જોવા મળે તો સિદ્ધી જ ગણાય.

બીગ ફાઈવ માંથી વોટર બફેલો એટલે વિશેષ છે કારણ કે ભારતમાં આસામ, અરુણાચલ, મેઘાલય અને છત્તીસગઢમાં તે જોવા મળે. તેમની સંખ્યા પણ લગભગ 3000 થી 3500 જેટલી જ હવે રહી છે.

વોટર બફેલો મોટાભાગે 30 સભ્યોના સમુહ (Clan) માં રહે છે. આ વોટર બફેલો કાઝીરંગાના પૂરથી બનેલા ઘાસના મેદાનોમાં ઉગી નિકળેલ ઘાસ તેમજ વૃક્ષોની ડાળી અને ફળો પણ ખાય, કયારેક આસપાસના ખેતરોમાં પણ જાય અને ખેતીના પાકને પણ ખાય.

પૂરના કારણે સર્જાયેલ દલદલ અને પાણીમાં રહીને દિવસભર તેમાં ઉગેલા ઘાસને (ચરવા) ખાવાના લીધે તે વોટર બફેલો તરીકે ઓળખાય છે. આફ્રિકામાં પણ ઘણી જગ્યાએ જંગલી ભેંસો છે પણ તે “કેપ બફેલો” તરીકે ઓળખાય અને એ વોટર બફેલો થી ઘણી રીતે અલગ તરી આવે છે.