જંગલ માટે મહત્વના ઘાસીયા મેદાનો

 

 

 

 

 

 

 

 

ગીરના જંગલની વાત આવે એટલી સીધી આપણી કલ્પના શક્તિ ખીલે અને આપણે ડુંગરો, નદીઓ અને મોટા વૃક્ષો દેખાય. પણ શું તમને ખબર છે કે અહીં જંગલમાં આ બધાની સાથે ઘાસીયા મેદાનો પણ મહત્વના છે. ગીરમાં અનેક ઘાસીયા મેદાનો આવેલા છે. જે ગીરમાં ‘વીડી’ તરીકે ઓળખાય છે.

આ ઘાસના મેદાનો તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની ખોરાક શૃંખલાને સારી રીતે ચલાવવા ખૂબ મહત્વના છે. આ ઉપરાંત આ મેદાનોમાં મોટા પ્રમાણમાં ઘાસ હોવાને લીધે તે ઘાસમાં અનેક કીટકો, પતંગીયા અને પક્ષીઓ પણ ખૂબ ફુલે ફાલે છે.

ગીરમાં આવી જ એક ‘વીડી’ (ગ્રાસલેન્ડ) નો ફોટો અત્રે પ્રસિધ્ધ કર્યો છે.

(શ્રીનાથ શાહ)