જંગલમાં તૃણાહારી જીવોનું સંતુલન ખૂબજ જરૂરી

જંગલમાં તૃણાહારીઓની યોગ્ય વસ્તી એ માનવ અને વન્યજીવ ઘર્ષણ અટકાવવામાં મહત્વની છે.

જંગલમાં પ્રવાસી તરીકે ભ્રમણ દરમ્યાન વાઘ-સિંહ જોવાના મોહમાં સૌ તૃણાહારી પશુઓને નજર અંદાજ કરીએ છીએ. ચિતલ, સાંબર, ચિંકારા, કાળીયાર કે નિલગાય જેવા તૃણાહારીની વસ્તીનું સમતોલન જંગલમાં જો જોખમાય તો માનવ અને વન્યજીવન વચ્ચે ઘર્ષણનું જોખમ પણ વધી જાય છે.

જો તૃણાહારીઓની વસ્તી ઘટે તો શિકારની શોધમાં વાઘ-સિંહ કે દિપડા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચે અને માલ ઢોરનો શિકાર કરે. તો ક્યારેક અજાણતા માનવો પર હુમલો પણ કરી દે છે. ગ્રામજનો રોષમાં કયારેક વાઘ-દિપડાને પણ મારી નાખે તેવા બનાવો બનતા હોય છે. આમ જંગલમાં તૃણાહારી જીવોનું સંતુલન ખૂબજ મહત્વનું છે.