શું કહે છે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રહો…

મેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, આગામી ઈલેક્શનને ધ્યાનમાં રાખીને મીડિયા સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે. આખા જગતની નજર નવેમ્બર ૨૦૨૦ પર રહેવાની છે, આ સમયે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ માટે ઈલેકશન થશે. હંમેશા મીડિયામાં બહુચર્ચિત અને પોતાના અફર નિર્ણયો માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પના જન્મ સમયના ગ્રહો તેમના વિષે શું કહે છે?

૧૪ જુન ૧૯૪૬એ જન્મેલ, તેઓનું જન્મલગ્ન સિંહ છે. સિંહ લગ્નના જાતકો સત્તા અને સ્વમાન માટે સતત પ્રયત્નશીલ હોય છે, તેઓ પોતાની રોયલ લાઈફ, ઉંચી પસંદ અને પોતાના વિષે ઊંચા અભિપ્રાય માટે જાણીતા હોય છે. સિંહ રાશિનો સ્વભાવ છે કે તેઓના શોખ તેમના ખિસ્સા ઉપર ભારે પડતા હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળીમાં પહેલા ભાવે મંગળ, યોગ કારક થઈને બિરાજેલ છે. (ગણતરીમાં બધે પુષ્ય પક્ષ અયનાંશ) પહેલા ભાવે મંગળ, લાભ ભાવે સૂર્ય સાથે સંબંધ કરે છે (ધનયોગ?), મંગળ અને સૂર્ય બંનેનો યોગ તેમને નીડર અને સાહસી બનાવે છે. સ્વાસ્થ્ય બાબતે પણ આ બંને ગ્રહો પ્રથમ ભાવે પ્રભાવી હોઈ, તેમનું સ્વાસ્થ્ય યુવાનોને શરમાવે તેવું છે.તેઓ સ્વાસ્થ્ય બાબતે ખુબ તકેદારી રાખે છે, આલ્કોહોલથી બિલકુલ દુર છે.સ્વાસ્થ્યના શોખીન હોઈ,વર્લ્ડ રેસલિંગ તેઓને ખુબ પસંદ છે. સૂર્યલાભ ભાવે, ગુરુ બીજા ભાવે, શુક્ર અને શનિ વ્યય ભાવે બિરાજેલ છે. શુક્ર વ્યય ભાવે લગભગ બધા શ્રીમંત લોકોની કુંડળીમાં જોવા મળશે જ. શુક્ર બારમાં ભુવનમાં ગુરુગ્રહના આશીર્વાદ મેળવે છે. અહી શુક્રને લીધે ડોનાલ્ડ ટ્રમ્પને અપાર સંપતિ અને અનેક એશોઆરામ પ્રાપ્ત થયા છે.ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફના ખુબ શોખીન છે, આશરે૧૫ કરતા વધુ ગોલ્ફ કોર્સ પોતાના નામે ધરાવે છે.

સૂર્ય અને શુક્ર તેમની કુંડળીમાં ખુબ પ્રભાવી ગ્રહો છે. પ્રથમ અને દસમ ભાવ બંને ખુબ બળવાન છે. ફરી વાર રાષ્ટ્રપ્રમુખ બનવા માટે, ઈલેકશન અને તે સમયના તેમની કુંડળીના ગ્રહોનો યોગ થવો જરૂરી છે.

તેમના રાજકીય ભવિષ્ય બાબતે દસમ ભાવ અર્થાત કર્મભાવનો અભ્યાસ ખુબ મહત્વનો છે. કર્મભાવે બિરાજેલરાહુ, મંગળના નક્ષત્રમાં છે, કર્મભાવને દ્રષ્ટિ કરનાર ગુરુ પણ મંગળના નક્ષત્રમાં છે અને સૂર્યના નવાંશમાં છે.ચંદ્રની દ્રષ્ટિ મધ્યમ શુભ છે. કર્મભાવનો માલિક ગ્રહ શુક્ર ગુરુના નક્ષત્રમાં છે. ટૂંકમાં, કર્મ ભાવ ગુરુ અને મંગળના પ્રભાવમાં છે. આ બંને ગ્રહો, સિંહ લગ્નમાં ઉત્તમ રીતે યોગકારક કહેવાય છે. પ્રથમ ભાવ તેમની પ્રતિભા અને સ્વાસ્થ્ય વિષે સૂચન કરે છે. પ્રથમ ભાવે મંગળ કેતુના નક્ષત્રમાં છે તથા લગ્નેશ સૂર્ય મંગળના નક્ષત્રમાં છે. આમ બંને ગ્રહો મંગળ અને સૂર્ય તેમને ખુબ ફળદાયી છે અને રક્ષક ગ્રહોની જેમ વર્તે છે.

ઈલેકશનના સમય પહેલા તેઓ ગુરુ મહાદશામાં શનિની અંતરદશા અનુભવશે. આશરેફેબ્રુઆરી ૨૦૨૦ સુધીનો સમય શનિની અંતરદશાનો સમય છે, આ સમય દરમ્યાન તેઓ ઘણા બધા સારા-ખરાબ અનુભવોમાંથી પસાર થશે તેવું કહી શકાય. આ સમય સુધી તેમને પ્રજામાં વિશ્વાસ પેદા કરવા માટે વધુ પ્રયત્નશીલ થવું પડી શકે. આ સમય મધ્યમ હશે. ફેબ્રુઆરી ૨૦૨૦ પછી, મે ૨૦૨૨ સુધીનો સમય બુધની અંતરદશા આવશે જે લગ્નેશ સૂર્યનો મિત્ર ગ્રહ છે. માટે ફેબ્રુઆરી ૨૦૨૦ પછીનો સમય તેમના જાહેર જીવનમાં અનેક પ્રસંગો સાથે સામાજિક લોકપ્રિયતાનો રહેશે. તેઓ આ સમયે જનસમુદાયનો અનન્ય સહકાર મેળવશે. પોતાના કુટુંબ અને મિત્રો દ્વારા તેઓ પ્રજાને સચોટ માહિતી આપીને તેઓ એકવાર ફરી પ્રજાના પ્રિયનેતા બનશે તેવું લાગે છે.

ન્યુમેરોલોજી મુજબ તેઓના નામનો સરવાળો ૩ છે. તેઓ યુ.એસ.એ.ના ૪૫માં રાષ્ટ્રપ્રમુખ છે, તેનો સરવાળો ૯ થાય છે, જે ૩ સાથે સંબંધિત છે. આગામી ઈલેક્શન ૩-૧૧-૨૦૨૦એ યોજાઈ શકે છે, ૩નો અંક અહી તેમને મદદકરી શકે. તેઓ ૧૪મી તારીખે જન્મ્યાx છે, તેનો સરવાળો ૫ છે, ૫એ બુધનો અંક છે, જે તેમની કુંડળીમાં લાભ ભાવે છે. તેમની જન્મતારીખનો ટોટલ સરવાળો ૪ છે, ૨૦૨૦ની સાલનો સરવાળો પણ ૪ છે. છેલ્લે તેમણે જયારે શપથ લીધાx ત્યારે ૨૦-૦૧-૨૦૧૭નો સરવાળો પણ ૪ છે.