પરિવારના સંપમાં હાનિ કરે છે બ્રહ્મનો દોષ

ને કોઈની જરૂર નથી. મારે બસ એકલા રહેવું છે. મને મારી રીતે જીવતા આવડે છે. અને મહેરબાની કરીને મને કોઈએ હેરાન ન કરવું. આજના જમાનામાં આવું વિચારવા વાળા લોકોની સંખ્યા વધી રહી છે. જે મારી દ્રષ્ટિએ આઘાતજનક છે. માણસએ સામાજિક પ્રાણી છે. અને તેને સહજીવન ગમે છે. પુરાતન કાળમાં બધાજ જીવો એક બીજા સાથે સંતુલનથી જીવતા હતાં અને આજે? એક જ પરિવારમાં પણ અલગ અલગ રહેવાનું પસંદ કરે છે. પુરતી “સ્પેસ“ મળે એ માટે. એ જ સ્પેસ એમને પોતાના માણસોથી અલગ કરે છે. અને વિભક્ત કુટુંબની એક પરાકાષ્ઠા ઉદ્ભવે છે. આના માટે સોશિઅલ મીડિયા અને અન્ય દેશોનું આંધળું અનુકરણ તો જવાબદાર ગણાય જ. પણ સામે ભરેલી થાળી પડી હોય અને મનોબળ મજબુત હોય તો ઉપવાસ શક્ય છે તેવું આપણી સંસ્કૃતિના સિધાંતો પરથી કહી શકાય. આવી વિચિત્ર વિચાર ધારા માટે ઘરની ઉર્જાના કોઈ પરિબળો જવાબદાર હોઈ શકે?સૌરાષ્ટ્રના એક પરિવારમાં પચાસ લોકો એક જ છત નીચે રહેતા હતાં. વહુઓ દીકરીઓની જેમ રહેતી અને ત્રીજી પેઢીના બાળકોને પણ સગા ભાઇબેન જેટલી લાગણી હતી. ધંધામાં બરકત આવતા નવું મકાન લીધું. એક ભાઈને ધંધા માંથી અલગ પડવાનો વિચાર આવ્યો. મૂડી લઈને એ છુટો પડ્યો. વડીલ સહન્ન કરી શકતા તેઓ ધામમાં ગયા. એક બહેનને ઘરમાં રસ પડ્યોને વાત કોર્ટમાં ગઈ. ત્રણ પેઢીથી જોડાયેલ પરિવાર ત્રણ વરસમાં વિખેરવા લાગ્યો. જે પરિવારનું ઉદાહરણ અપાતું તે ચર્ચાનો વિષય બની ગયો. આના આઘાતમાં એક ભાઈ પછી બીજાનું મૃત્યુ થયું. વહુઓના કોરા કપાળ ન જોઈ શકતા વડીલ અચાનક ચાલ્યા ગયા. ચાર વરસમાં જાને ઘર પર આભ તૂટી પડ્યું. આ ઘરમાં પશ્ચિમનો દોષ તો હતો જ પરંતુ નૈરુત્યના ત્રણેય અક્ષ નકારાત્મક હતાં અને પૂર્વમાં દાદરો હતો. દક્ષીણ અગ્નિનો ભાગ બહાર હતો. અને બ્રહ્મમાં બીમ આવતો હતો. આ બધાજ કારણો પરિવારની એકતાને તોડવા સક્ષમ હતાં. બધાજ એવું માનવા લાગ્યા કે હવે તેમને કોઈની જરૂર નથી. અને તો પણ એક બીજાનો વિરહ સહન ન કરી શક્યાં. હકીકતમાં ગમે તેટલું અભિમાન હોય કે મને કોઈની જરૂર નથી. એકલતા એ ખુબજ મોટી સમસ્યા છે. એ સનાતન સત્ય છે.બ્રહ્મ અને ઉત્તરનો દોષ ભેગો થાય ત્યારે પણ મિથ્યાભિમાનની સમસ્યા આવે છે. વ્યક્તિને એવું લાગે છે કે તેને કોઈની જરૂર નથી. અથવા તેને મળવા વાળા દરેકે દરેક માણસ માત્ર સ્વાર્થથી મળી રહ્યાં છે. અને તેમાં જો વાયવ્યનો દોષ ભળી જાય તો તો પછી તે વ્યક્તિને પોતે જ  દુનિયા ચલાવતી હોય તેવું પણ લાગી શકે. એક મકાનમાં વાયવ્ય ઉત્તરનું દ્વાર અને રસોઈઘર ઉત્તરમાં ઉત્તરમુખી રસોઈ થાય તેવી વ્યસ્થા હતી. લિવિંગ રૂમ નૈરુત્યમાં હતો. આ ઘરમાં ઉગ્રતા થાય તેવું આપણે સમજી શકીએ. અહીં બધા જ બુદ્ધિજીવીઓ રહેતા હોવા છતાં તેમની વચ્ચે લાગણીનો સદંતર અભાવ હતો. આખો પરિવાર સાથે બેસીને જામતો ન હતો જેમાં બ્રહ્મનો દોષ જવાબદાર હતો. તેના સંબંધોથી તેમના સગાવ્હાલા થકી ગયા હતાં. કોઈને અન્યની પડી ન હતી. આજ ઘરમાં રસોઈઘરમાં પ્લેટફોર્મનો રંગ પણ કાળો હતો. જે અલગ પાડવાની ઉર્જામાં વધારો કરતો હતાં. ઘર ખાલી કરવાનો વિચાર ફરીથી બધાને આવી ગયો. પણ શું ઘર ખાલી કરીને નવી જગ્યાએ જતાં રહેવું તે એક માત્ર સોલ્યુશન છે? અને નવા ઘરમાં સમસ્યાઓ નહીં હોય તેની શું ખાતરી? નવા પ્રકારના બાંધકામમાં કોઈ પણ મકાન સો ટકા વાસ્તુ આધારિત હોય તે શક્ય નથી. અને મશીનથી બનાવેલી વસ્તુઓમાં હકારાત્મક ઉર્જા હોય અને તેનાથી ઉર્જા વધે તે મનને મનાવવાની વાત છે. હકીકત એ છે કે, ભારતીય વાસ્તુ નિયમોથી આવાજ મકાનોમાં તોડફોડ કર્યા વિના પણ ઉર્જા વધારી શકાય છે.વડોદરાના એક પરિવારમાં દીકરીનો સ્વભાવ જીદ્દી હતો. તે ધાર્યું જ કરે. ઘરમાં વડીલોની હાજરી નહીં એટલે શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ પછી તકલીફો દેખાવા લાગી. ઘરે મહેમાનો આવતા બંધ થઇ ગયા. હવે તો ભાવતું હતું ને વૈદે કીધું જેવો ઘાટ રચાયો. કોઈ ને કઈ કહેવાનું નહિ ને કોઈનું કઈ રાખવાનું નહિ. અહી પૂર્વ અગ્નિની એન્ટ્રી હતી અને રસોઈઘર ઉત્તરમાં હતું. ઘરની મુખ્ય વ્યક્તિ ઇશાનમાં રહેતી અને દીકરાઓ અગ્નિમાં સુતા. દરરોજ નીરસ દિવસ ઉગતો અને ચુપચાપ પતિ જતો. દીકરીના પીયામાં વાયવ્યનો દોષ હતો તેથી તેની માનસિકતાની અસર અહીં પણ આવતી હતી. આમ ઘરની ઉર્જા પરિવારના બાળકોને પણ અસર કરે છે. વેવાઈઓને પણ ન ફાવે. અને એક તરફી પએક્ષાઓ વધતી રહે. જોકે હવે તો બધાજ અલગ રહે છે તેથી અપેક્ષાઓને અવકાશ નથી પણ સાથે સાથે લાગણીઓને પણ નથી.

પરિવારમાં સુમેળ સચવાઈ રહે તેના માટે દર અજવાળી ચૌદસે આખો પરિવાર ભેગો થાય અને દુઃખમાં ઉકાળેલી ખીર સાથે બેસીને સહજ રીતે કોઈ પણ નકારાત્મકતા રાખ્યાં વિના ખાય તો પરિવારને ચોક્કસ ફાયદો થાય.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]